Not Set/ ભારતે કર્યું બેલેસ્ટિક મિસાઈલ શિલ્ડનું થયું સફળ પરીક્ષણ, ૪૦ કિમી વિસ્તારમાં દુશ્મનના હથિયારનો થશે ખાત્મો

નવી દિલ્હી, ઓડિશા કોસ્ટ પર ભારત બેલેસ્ટિક મિસાઈલ શિલ્ડનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ શીલ્ડની મદદથી હવે ૪૦ કિલોમીટરની રેન્જમાં દુશ્મનોની કોઇપણ મિસાઈલનો ખાત્મો કરી શકાય છે. આ મિસાઈલ ઘણી જ તાકાતવર છે અને એટલે જ આ સફળ પરીક્ષણને એક મોટી સિદ્ધિ તરીકે ગણવામાં આવી રહી છે. આ બેલેસ્ટિક મિસાઈલ શિલ્ડના સફળ પરીક્ષણ દરમિયાન […]

India

નવી દિલ્હી,

ઓડિશા કોસ્ટ પર ભારત બેલેસ્ટિક મિસાઈલ શિલ્ડનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ શીલ્ડની મદદથી હવે ૪૦ કિલોમીટરની રેન્જમાં દુશ્મનોની કોઇપણ મિસાઈલનો ખાત્મો કરી શકાય છે. આ મિસાઈલ ઘણી જ તાકાતવર છે અને એટલે જ આ સફળ પરીક્ષણને એક મોટી સિદ્ધિ તરીકે ગણવામાં આવી રહી છે.

આ બેલેસ્ટિક મિસાઈલ શિલ્ડના સફળ પરીક્ષણ દરમિયાન રડાર, મોનીટરીંગ સિસ્ટમ, ઇલેક્ટ્રો – ઓપ્ટીકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલીમેટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દેશની રાજધાની દિલ્લીને વોશિંગ્ટન અને મોસ્કોની જેમ અભેદ્ય સુરક્ષા આપવાની તૈયારીમાં છે. આ સુરક્ષાથી કોઇ પણ દિલ્લી પર મિસાઈલ, ડ્રોન અને વિમાનથી હમલો કરી શકશે નહી.

કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળેલી સંરક્ષણ હસ્તાંતરણ પરિષદ (ડીએસી) દ્વારા અમેરિકા પાસેથી ૧ ડોલર અબજમાં “નેશનલ એડવાન્સડ સર્ફેસ ટુ એયર મિસાઈલ સીસ્ટમ – 2” (NASAMS-II) ને અધિગ્રહણ કરવાના પ્રસ્તાવને મંજુરી અપાઈ છે.