ભારતનું બેન્કિંગ સેક્ટર હાલમાં જોખમ વાળા કર્જા(એનપીએ)ની ગંભીર સમસ્યામાંથી પસાર થઇ રહ્યું છે. ગયા 10 નાણાકીય વર્ષોમાં દેશના સરકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કોને કુલ 4,80,093 કરોડ રૂપિયા બંધ ખાતામાં નાખવામાં આવ્યા છે. આમાં સૌથી વધારે નુકસાન સાર્વજનીક ક્ષેત્રોની બેન્કોને થયું છે. સરકારી બેન્કોએ આ દરમિયાન 4,00,584 કરોડ રૂપિયાની બેડ લોન આપી હતી. અને રૂપિયા 79,490 કર્રોડની બેડ લોન ખાનગી બેન્કોએ આપી હતી. દસ નાણાકીય વર્ષોમાં છ વર્ષ યુપીએ-2 ની સરકાર હતી જયારે છેલ્લા ચાર નાણાકીય વર્ષથી નરેન્દ્ર મોદી સત્તામાં છે. રેટિંગ એજન્સી આઈસીઆરએના આંકડાઓ જોઈએ તો મોદી સરકારની બેડ લોન આપવાની ઝડપ મનમોહન સરકાર કરતા વધારે છે.
વર્ષ 2009-2014:
વર્ષ 2009 થી 2014 સુધી યુપીએ-2ની સરકાર હતી અને ડો. મનમોહન સિંહ દેશના પ્રધાનમંત્રી હતા. આઈસીઆરએ દ્વારા મેળવવામાં આવેલા આંકડાઓ મુજબ, મનમોહન સિંહના સમય દરમિયાન સરકારી અને ખાનગી બેંકોએ કુલ 1,22,753 કરોડ રૂપિયાની બેડ લોન આપવામાં આવી હતી. આમાંના લગભગ એક લાખ કરોડની લોન ફક્ત સાર્વજનિક ક્ષેત્રની બેન્કોની હતી. આંકડાઓ મુજબ, આ દરમિયાન સરકારી બેન્કોને 97,209 કરોડ રૂપિયાની લોન બંધ ખાતાઓમાં નાખવામાં આવી હતી. જયારે ખાનગી બેન્કોએ 25,542 કરોડ રૂપિયાની લોન બંધ ખાતાઓમાં નાખવી પડી હતી.
વર્ષ 2015-2018:
નરેન્દ્ર મોદીએ મે 2014માં દેશો દોરીસંચાર હાથમાં લીધો હતો. આ દરમિયાન એનપીએને બંધ ખાતામાં નાખવાની પ્રક્રિયા તુલનાત્મક રૂપથી ઝડપી થઇ હતી. પીએમ મોદીના અત્યાર સુધીના શાસનકાળમાં 3,57,341 કર્રોડ રૂપિયા બંધ ખાતામાં નંખાઈ ચુક્યા છે. એમાં પણ સરકારી બેન્કોની હિસ્સેદારી ખાનગી બેંકો કરતા વધારે છે. આટલા સમય દરમિયાન સરકારી બેન્કોએ કુલ 3,03,394 કરોડ રૂપિયા બંધ ખાતાઓમાં નાખવામાં આવ્યા હતા. ખાનગી બેન્કોએ આ સમય દરમિયાન કુલ 53,947 કરોડ રૂપિયાની લોન બંધ ખાતાઓમાં નાખવી પડી હતી. આટલું કર્યા પછી પણ બેન્કિંગ સેક્ટરમાં એનપીએની સમસ્યા ખતમ થઇ નથી.
આર્થિક ગતિવિધિઓને ગતિ આપવા માટે લોનનું ખુબ મહત્વ હોય છે. પરંતુ બેંકો માટે જયારે સંબંધિત લોનને વસુલવાનું મુશ્કેલ થઇ જાય છે ત્યારે લોનને બંધ ખાતામાં નાખી દેવામાં આવે છે. જણાવી દઈએ કે લોન ને બંધ ખાતામાં નાખવાનો મતલબ એવો નથી કે હવે લોનની વસુલી નહિ થઇ શકે, પરંતુ આ એક ટેકનીકલ પગલું હોય છે. આની મદદથી અકાઉન્ટ બુકને વ્યવસ્થિત કરવામાં આવે છે. જયારે કોઈ જોખમ વાળા કર્જાને બંધ ખતમાં નાખવામાં આવે છે ત્યારે એ રકમ અકાઉન્ટ બૂકમાંથી બહાર થઇ જાય છે. આ કારણે બેન્કોને ટેક્સમાં રાહત મળે છે.
