Not Set/ ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત કરશે રાજનીતિમાં એન્ટ્રી : ભાજપ આપી શકે છે ટિકિટ

ભાજપ બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેને 2019ની લોકસભા ચૂંટણી માટે પુણે સીટ પરથી મેદાનમાં ઉતારવાનો વિચાર કરી રહી છે. પાર્ટીના સૂત્રોએ આવી જાણકારી આપી છે. જણાવી દઈએ કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જૂનમાં માધુરી સાથે મુંબઈમાં સંપર્ક ફોર સમર્થન હેઠળ મુલાકાત કરી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ગુરુવારે જણાવ્યું કે, માધુરીનું નામ પુણે […]

Top Stories India
s ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત કરશે રાજનીતિમાં એન્ટ્રી : ભાજપ આપી શકે છે ટિકિટ

ભાજપ બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેને 2019ની લોકસભા ચૂંટણી માટે પુણે સીટ પરથી મેદાનમાં ઉતારવાનો વિચાર કરી રહી છે. પાર્ટીના સૂત્રોએ આવી જાણકારી આપી છે. જણાવી દઈએ કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જૂનમાં માધુરી સાથે મુંબઈમાં સંપર્ક ફોર સમર્થન હેઠળ મુલાકાત કરી હતી.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ ગુરુવારે જણાવ્યું કે, માધુરીનું નામ પુણે લોકસભા સીટ માટે પસંદ કરવામાં આવ્યું છે. પાર્ટી 2019માં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

વર્ષ 2014માં પુણે લોકસભા સીટ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. ભાજપના અનિલ શિરોલેએ ત્રણ લાખ મતથી જીત મેળવી હતી. ભાજપના એક વરિષ્ઠ પદધારકે કહ્યું કે, નરેન્દ્ર મોદી જયારે પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે આ પ્રકારે ચૂંટણી લડવામાં આવી હતી. જેમાં બધા ઉમેદવારો બદલી નાખવામાં આવ્યા હતા.