Not Set/ મહારાષ્ટ્ર બંધ : સાત જિલ્લાઓમાં ઈન્ટરનેટ સુવિધા બંધ, પ્રદર્શનકારીઓએ આંખો પર પટ્ટી બાંધી દર્શાવ્યો વિરોધ

મુંબઇ, મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગણીને લઇને ગુરુવારે વધુ એકવાર મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું છે. મરાઠી ક્રાંતિ મોર્ચા સહિત કેટલાક સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા બંધના એલાનના કારણે રાજ્યભરમાં સુરક્ષાના પુખ્તો બંધોબસ્ત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત મહિને મરાઠા સંગઠનો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના કારણે રાજ્યના અલગ અલગ […]

Top Stories India Trending
maharashtra bandh મહારાષ્ટ્ર બંધ : સાત જિલ્લાઓમાં ઈન્ટરનેટ સુવિધા બંધ, પ્રદર્શનકારીઓએ આંખો પર પટ્ટી બાંધી દર્શાવ્યો વિરોધ

મુંબઇ,

મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગણીને લઇને ગુરુવારે વધુ એકવાર મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું છે. મરાઠી ક્રાંતિ મોર્ચા સહિત કેટલાક સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા બંધના એલાનના કારણે રાજ્યભરમાં સુરક્ષાના પુખ્તો બંધોબસ્ત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત મહિને મરાઠા સંગઠનો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં હિંસા અને આગચંપી કરવામાં આવી હતી.

ગુરુવારથી શરુ થયેલા આ આંદોલનને જોતા પુણે સહિત ૭ જિલ્લાઓમાં ઈન્ટરનેટ તેમજ બસ સુવિધા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત બંધને જોતા ઔરંગાબાદ, પુણા અને મુંબઈની કેટલીક સ્કૂલોને પણ બંધ કરવામાં આવી છે. બીજી બાજુ પ્રદર્શનકારીઓ દ્વારા આંખો પર પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું, સરકાર દ્વારા મહારાષ્ટ્રના બંધને જોતા રાજ્યના સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષાના કારણોસર ક્વિક રિસ્પોન્સની ૬ કંપનીઓ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ તેમજ સ્ટેટ પોલીસ ફોર્સની ૧-૧ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર પોલીસની મદદ માટે હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

અધિકારીઓના વધુમાં ઉમેર્યું હતું કે, “પોલીસ દ્વારા મરાઠા સંગઠનના કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા અને કાયદાને હાથમાં ન લેવા માટે અપીલ કરી છે.

મહત્વનું છે કે, ગત મહિનામાં મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અને અનામતની માંગણીને લઇને મરાઠા કમ્યુનિટીએ આંદોલન ઉગ્ર બનાવ્યું હતું. આ બંધ દરમિયાન મહારાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં બંધની અસર જોવા મળતી હતી.

આ બંધ દરમિયાન મુંબઇમાં સ્ટેશનો પર ચક્કાજામ કરીને રેલ્વે રોકવામાં આવી હતી.થાણેના સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકીને ચક્કાજામ કર્યું હતું તેમજ લોકલ ટ્રાન્સપોર્ટની બેસ્ટ બસોમાં પત્થમારો કરવામાં આવ્યો હતો.