Not Set/ શહિદ દિવસ પર મમતા બેનર્જીનું…. ભાજપ હટાઓ આંદોલન….

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ શહિદ દિવસ દરમિયાન ભાજપ સરકાર પર જબરદસ્ત હુમલો કર્યો છે. આ સાથે જ એમણે આગામી 15 ઓગસ્ટ થી 2019માં થનારી લોકસભા ચૂંટણી માટે લડાઈનું એલાન કર્યું છે. શહિદ દિવસના મોકા પર મમતાએ કહ્યું કે તેઓ ભાજપ વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. બીજી બાજુ ભાજપને એક […]

Top Stories India
1 69 શહિદ દિવસ પર મમતા બેનર્જીનું.... ભાજપ હટાઓ આંદોલન....

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ શહિદ દિવસ દરમિયાન ભાજપ સરકાર પર જબરદસ્ત હુમલો કર્યો છે. આ સાથે જ એમણે આગામી 15 ઓગસ્ટ થી 2019માં થનારી લોકસભા ચૂંટણી માટે લડાઈનું એલાન કર્યું છે. શહિદ દિવસના મોકા પર મમતાએ કહ્યું કે તેઓ ભાજપ વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. બીજી બાજુ ભાજપને એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જયારે વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ચંદન મિત્રા ટીએમસીમાં શામેલ થઇ ગયા.

જણાવી દઈએ કે ટીએમસી પશ્ચિમ બંગાળમાં આજે શહિદ દિવસ ઉજવી રહી છે. જેની રેલીમાં મમતાએ ભાજપ ભારત છોડો નો નારો આપ્યો હતો. મમતાએ કહ્યું કે અમે 15 ઓગસ્ટ થી ” ભાજપ હટાઓ, દેશ બચાઓ “ કેમ્પેઇનની શરૂઆત કરીશું. 2019 માટે આ એક મોટો પ્રહાર હશે, જેમાં બંગાળ રસ્તો બતાવશે.

મમતાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં દરેક જગ્યાએ લિંચિંગની ખબરો આવી રહી છે. તેઓ લોકો વચ્ચે તાલિબાનો પેદા કરી રહ્યા છે. મમતાએ કહ્યું કે ભાજપ અને આરએસએસમાં કેટલાક સારા લોકો પણ છે જેનું હું સમ્માન કરું છું, પરંતુ કેટલાક લોકો ગંદો ખેલ ખેલી રહ્યા છે.

મમતાએ લોકસભાની બધી 42 સીટો જીતવાનો દાવો પણ કર્યો. એમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ દેશનો બદલો લેશે. જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં રેલીને સંબોધિત કરતા ટીએમસી સરકાર પર જબરદસ્ત હુમલો કર્યો હતો. પીએમ મોદીએ અહીં રાજ્ય સરકારને સિન્ડિકેટ કહીને સંબોધન કર્યું હતું.

એમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પૂજા કરવાનું પણ મુશ્કેલ થઇ ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે અહીં સિન્ડિકેટ વગર પૂજા કરવી પણ મુશ્કેલ છે. આટલું જ નહિ પીએમ મોદીએ એવું પણ કહ્યું હતું કે માં, માટી માનુષની વાતો કરવાવાળાનો અસલી ચહેરો આજે બંગાળના લોકોને ભલી-ભાંતિ ખબર પડી ગઈ છે.