Not Set/ રાજસ્થાન: ગૌતસ્કરીની શંકામાં મોબ લિંચિંગ, આધેડને મારી-મારીને ઉતાર્યો મોતને ઘાટ

  અલવર, 21 જુલાઈ 2018. રાજસ્થાનમાં અલવરમાં મોબ(ટોળા) દ્વારા યુવકને માર મારવાથી તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ બે વર્ષ પહેલાની પહેલુ ખાનની મોબ લિંચિંગની ઘટના યાદ અપાવી દીધી છે. મૃતકનું નામ અકબર ખાન ઉંમરે 50 વર્ષ જાણવવામાં આવી રહ્યું છે, જે મૂળ હરિયાણાના કોલગામના રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે કથિત ગૌ રક્ષકો […]

Top Stories India
alwar રાજસ્થાન: ગૌતસ્કરીની શંકામાં મોબ લિંચિંગ, આધેડને મારી-મારીને ઉતાર્યો મોતને ઘાટ

 

અલવર,
21 જુલાઈ 2018.

રાજસ્થાનમાં અલવરમાં મોબ(ટોળા) દ્વારા યુવકને માર મારવાથી તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ બે વર્ષ પહેલાની પહેલુ ખાનની મોબ લિંચિંગની ઘટના યાદ અપાવી દીધી છે.

મૃતકનું નામ અકબર ખાન ઉંમરે 50 વર્ષ જાણવવામાં આવી રહ્યું છે, જે મૂળ હરિયાણાના કોલગામના રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે કથિત ગૌ રક્ષકો ટોળાની આગેવાની કરી રહ્યા હતા. જયારે ટોળા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે અકબર ખાન બે ગાયોને લઇ અને અલવરથી લાલમંડી જય રહ્યા છે. જયારે આ ઘટનાની જાણ થતા ટોળાએ કોઈને પણ પૂછ્યા વગર માર મારવાનો શરુ કરી દીધો હતો. પીડિતને એટલો માર મારવામાં આવ્યો હતો કે આખરે તેનું મોત નીપજ્યું હતું.

જયારે આ બાબતની પોલીસને જાણ થઇ હતી ત્યારે તાત્કાલિક પણે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પીડિતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ પીડિત અકબરનું મોત નીપજ્યું હતું.

આ ઘટના પાર સ્પષ્ટીકરણ આપતા પોલીસે જણાવ્યું હતું કે,

પીડિત અકબર મિત્રની ગાયોને લઇ અને જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર કથિત ગૌ રક્ષકોએ અને ગ્રામજનોએ બંનેને માર મારવાનું શરુ કરી દીધું હતું. જેમ કે તેમનો મિત્ર ભગવામાં સફળ થયો હતો પરંતુ અકબર ગૌ રક્ષકોના હાથે લાગી ગયો હતો. ટોળાએ મળીને અકબરને માર રવાનું શરુ કરી દીધું હતું, અકબરને એ હાલતમાં માર મારવામાં આવ્યો હતો કે અંતે તેનું મોત નીપજ્યું હતું.”

આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજસ્થાનના પ્રધાનમંત્રી વસુંધરા રાજેએ જણાવ્યું હતું કે,

જયારે આ મુદ્દે અસાદ્દદીન ઔવેસીએ જણાવ્યું હતું કે,