Not Set/ મેઘાલયમાં કોણ બનાવશે સરકાર,જાણો રાજકીય સમીકરણો

શિલોંગ, પુર્વોત્તર રાજ્ય મેઘાલયની ચૂંટણી પરિણામોમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી અને હવે સરકાર બનાવવા માટેના દાવપેચો શરૂ થઇ ગયા છે. જોવાની વાત એ છે કે મેઘાલયમાં માત્ર 2 સીટો મેળવનારી ભાજપ પણ મેઘાલયમાં સરકાર બનાવવાની કોશિષ કરી રહી છે. મેઘાલયમાં એનપીપી અને અન્ય પક્ષોની 36 સીટો છે અને આ પક્ષો સરકાર બનાવવા નિર્ણાયક […]

Top Stories

શિલોંગ,

પુર્વોત્તર રાજ્ય મેઘાલયની ચૂંટણી પરિણામોમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી અને હવે સરકાર બનાવવા માટેના દાવપેચો શરૂ થઇ ગયા છે. જોવાની વાત એ છે કે મેઘાલયમાં માત્ર 2 સીટો મેળવનારી ભાજપ પણ મેઘાલયમાં સરકાર બનાવવાની કોશિષ કરી રહી છે. મેઘાલયમાં એનપીપી અને અન્ય પક્ષોની 36 સીટો છે અને આ પક્ષો સરકાર બનાવવા નિર્ણાયક સાબિત થશે.

બીજી તરફ 21 સીટો મેળવનારી કોંગ્રેસે પણ રાજ્યપાલ ગંગાપ્રસાદ સાથે મુલાકાત કરીને સૌથી મોટા પક્ષ તરીકે તેમને આમંત્રણ આપવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસના સીનીયર નેતા અહેમદ પટેલ અને કમલનાથ શિલોંગ દોડી ગયા છે. કમલનાથે કહ્યું હતું કે અમે ગર્વનરને કહ્યું છે, કે સૌથી મોટા પક્ષ તરીકે અમને પહેલો ચાન્સ મળવો જોઇએ.

કોંગ્રેસ પાસે 21 સીટો છે અને સરકાર બનાવવા માટે 31 સીટ સુધી પહોંચવા માટે 10 સીટો ઓછી પડી છે

ભાજપે પણ આસામ ભવનમાં નેતાઓ સાથે મીટીંગ શરૂ કરી છે. ભાજપે એ એલ હેકને વિધાનસભા દળના નેતા બનાવ્યા છે.

મેઘાલયમાં પુર્વ લોકસભા સ્પીકર પીએ સગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ની 19 સીટો છે. એનપીપી એ ભાજપના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટીક્સ એલાયન્સ(એનડીએ)નો ભાગ છે. ભાજપના નેતાઓ હવે એનપીપીને સાથે રાખીને સરકાર બનાવાવા ઇચ્છે છે. એવી રીતે ભાજપ સાથે યુનાઇટેડ ડેમોક્રેટીક પાર્ટી પણ છે, જેના 6 વિધાનસભ્યો ચૂંટાઇને આવ્યાં છે. ભાજપ સાથે જઇ શકે તેવી બીજી એક પાર્ટી એચએસપીડીપીના પણ બે ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા છે.

ભાજપના હિમન્ત બિસવા શર્માએ જણાવ્યું હતું કે, અમે પ્રાદેશિક પક્ષોને સરકાર બનાવવા સમજાવી રહ્યાં છીએ. જનમત કોંગ્રેસની વિરૂધ્ધમાં ગયો છે એટલે બીન કોંગ્રેસી પરિબળોએ સરકાર બનાવવા આગળ આવવું જોઇએ.

યુડીપીના ચીફ ડો.દોનકુપર રોયે જણાવ્યું હતું કે, અમે હજુ નક્કી નથી કર્યું કે અમે કોને ટેકો આપીશું. અમે બંને કોંગ્રેસ અને ભાજપના સંપર્કમાં છીએ.