બેંગલુરુ,
દેશની સૌથી મોટી ઈ – કોમર્સ કંપની ફ્લિપકાર્ટની ૭૭ ટકા માલિકી હવે અમેરિકાની દિગ્ગજ કંપની વોલમાર્ટના હાથમાં આવી ગઈ છે. વોલમાર્ટ દ્વારા ૧૬ બિલિયન ડોલરમાં ફ્લિપકાર્ટના ૭૭ ટકા શેર ખરીદવામાં આવ્યા હતા. જો કે આ ડીલ બાદ પણ ફ્લિપકાર્ટના કર્મચારીઓ માલામાલ બની શકે છે.
વોલમાર્ટ સાથેની ડીલ બાદ ફ્લિપકાર્ટના ઇસોપ્સ (એમ્પ્લોઇ સ્ટોક ઓનરશિપ પ્લાન) એલ્તે કે શેર રાખવાવાળા કર્મચારીઓ કરોડપતિ બની શકે છે.
અમેરિકાની સૌથી મોટી રિટેલ કંપની દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ડીલથી ભારતીય કંપનીઓના ઇતિહાસમાં કર્મચારીઓ માટે સૌથી વધુ સંપત્તિ બનશે. આ ડીલથી ફ્લિપકાર્ટના એમ્પ્લોઇ સ્ટોક ઓનરશિપ પ્લાનની વેલ્યુ વધીને ૧૩,૪૫૫ કરોડ એટલે કે ૨ અબજ ડોલર થઇ ગઈ છે.
ફ્લિપકાર્ટના હાલના ૧૦૦ અને પૂર્વ કર્મચારીઓ પાસે જે ઇસોપ્સ છે, જેમાંથી દરેકની વેલ્યુ ૧ કરોડ ડોલરથી ( અંદાજે ૬૫ કરોડ રૂપિયા ) વધુ હશે.

આ કર્મચારીઓ બનશે કરોડપતિ
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વોલમાર્ટ મેચ્યોર ઇસોપ્સ માટે ૧૦૦ % બાયબેકનો ઓફર લાવશે. એટલે કે, કંપનીના જે કર્મચારીઓ પાસે જેટલા પણ શેર છે, તેઓને પ્રતિ શેર પર ૧૫૦ ડોલર (૧૦૦૦૦ રૂપિયા)ના દરથી વેચવાનો વિક્પ્લ આપવામાં આવશે.
વોલમાર્ટના આ નિવેદન બાદ ફ્લિપકાર્ટ સમૂહના જે કર્મચારીઓ કરોડપતિ બનવાના છે એમાં ફોન પેના CEO અને ફાઉન્ડર સમીર નિગમ, ફ્લિપકાર્ટના પૂર્વ ચીફ ટેકનોલોજી ઓફિસર આમોદ માલવીય, વેબફોર્મ ઉડાનમાં ઓપરેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ પ્રમુખ સુજીત કુમાર સહિતના એમ્પ્લોઇ શામેલ છે. ફ્લિપકાર્ટના આ સ્ટોક ઓપ્શન ચાર વર્ષમાં આપવામાં આવ્યા હતા. જેમાંથી એક વર્ષ એમ્પ્લોઇને દરેક મહિને તેને રોકડ માટે ઓપ્શન આપવામાં આવશે.
ફ્લિપકાર્ટના એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન પૂલ હવે એક્સિસ બેંક (૫૦૬૫ કરોડ), HCL ટેક (૫,૪૯૮ કરોડ) અને વિપ્રો (૩૦૪૦ કરોડ)ના કમ્બાઈન ઇસોપ્સ પુલના બરાબર છે.
જયારે એમ્પ્લોઇની સંપત્તિ વધારવાના મામલે દેશની અગ્રણી IT કંપની ઇન્ફોસિસ પ્રથમ ક્રમાંકે છે. ઇન્ફોસિસ દ્વારા કંપની શરુ થયા બાદ ૨૦૧૧ સુધી તેઓએ ૫૦૦૦૦ કરોડથી વધુ સ્ટોક ઓપ્શન કર્મચારીઓને આપ્યા હતા. વર્ષ ૨૦૦૦માં ઇન્ફોસિસ દ્વારા ૨૦૦૦થી વધુ એમ્પ્લોઇને ઇસોપ્સ ઓફર આપી હતી, જેમાં ઘણા કર્મચારીઓ કરોડપતિ બન્યા હતા.
