Not Set/ આ નંબરો પર કૉલબૅક ન કરશો, નહિ તો પ્રતિમિનિટના 16 રૂપિયા કપાશે

કેરળમાં મિસ કોલ સ્કેમ સામે આવ્યું છે. જેમાં લોકોને અજાણ્યા નંબર પરથી મિસ્ડ કોલ આવે છે. અને કૉલબૅક કરતા પૈસા કપાય જાય છે. સ્કેમ એટલું ફેલાઈ ગયું છે કે સામાન્ય માણસો સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ આ સ્કેમનો શિકાર થઇ ચુક્યા છે. કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેશનલ નંબરો પરથી મિસ્ડ કોલ આવે છે. જયારે કોઈ […]

Top Stories India

કેરળમાં મિસ કોલ સ્કેમ સામે આવ્યું છે. જેમાં લોકોને અજાણ્યા નંબર પરથી મિસ્ડ કોલ આવે છે. અને કૉલબૅક કરતા પૈસા કપાય જાય છે. સ્કેમ એટલું ફેલાઈ ગયું છે કે સામાન્ય માણસો સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ આ સ્કેમનો શિકાર થઇ ચુક્યા છે.

કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેશનલ નંબરો પરથી મિસ્ડ કોલ આવે છે. જયારે કોઈ આ નંબરો પર કૉલબૅક કરે છે, તો મોબાઈલ બેલેન્સમાંથી 16 રૂપિયા પ્રતિ મિનિટ ના દરે પૈસા કપાય જાય છે. કેરળ પોલીસ ના જણાવ્યા મુજબ આ મિસ્ડ કોલ્સમાં કન્ટ્રી કોડ +591 હોય છે, જે બોલિવિયાનો છે.

લોકોને આ મામલામાં જાગૃત કરવા માટે કેરળ પોલીસે શનિવારે ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે અમને ફરિયાદો મળી રહી છે કે લોકોને બોલિવિયાના નંબર્સ પરથી મિસ્ડ કોલ આવી રહ્યા છે. અને એમના પૈસા કપાઈ રહ્યા છે. જો આપને +591 થી શરુ થતા નંબરો પરથી મિસ્ડ કોલ આવે તો આ નંબર પર કોલ બેક ના કરવો. આ મામલામાં તાપસ કરવામાં આવી રહી છે.

પોલીસે બોલિવિયાના ટેલિકોમ ઓપરેટર્સની પણ તાપસ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ટેલિકોમ ઓપરેટર્સ એમના કસ્ટમર્સની જાણકારી આપવા તૈયાર નથી. એટલે હાલમાં આ સમસ્યાથી બચવા માટે પોલીસે લોકોને કૉલબૅક ના કરવાની સલાહ આપી છે.