દિલ્લી,
સોમવારથી ચાલુ થઇ રહેલા બજેટસત્રની શરુઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થઇ હતી. રાષ્ટ્રપતિ કોવિંદે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધ્યા હતા. સંસદના સંયુક્ત સત્રને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, મોદી સરકાર સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને મજબુત કરવાનુ કામ કરી રહી છે. તેમજ દેશભરમાં શૌચાલય બનાવીને લોકોની સહાયતા કરી રહી છે. ૨૦૧૯ સુધી સ્વચ્છ ભારત બનાવીને આપણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે.
Guided by this fundamental spirit of the Constitution and committed to the welfare of weaker sections, my Government is working towards strengthening social justice and economic democracy and to usher ease of living for the common man : President of India Shri Kovind
— BJP (@BJP4India) January 29, 2018
બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યુ હતું કે, સરકારે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજુ કર્યુ છે. ટૂંક સમયમાં તે કાયદો પણ બની જશે. દેશમાં આજે બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનનો વ્યાપ વધ્યો છે. સરકાર ગરીબોના આંસુ લુછવાના પ્રયત્ન કરી રહી છે.
ખેડૂતોની આવક ડબલ કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહી છે મોદી સરકાર
તેઓએ મોદી સરકારના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે, “મારી સરકારનુ લક્ષ્યાંક ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનો છે. દેશમાં દાળના ઉત્પાદનમાં ૩૮ ટકાનો વધારો થયો છે. સરકાર અત્યારે ૯૯ સિંચાઈ યોજના પર કામ કરી રહી છે. દેશમાં અનાજનો બગાડ અટકાવવા માટે પણ સરકારે યોજના તૈયાર કરી છે”.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, મોદી સરકારના કાર્યકાળમાં યુરીયાનુ ઉત્પાદન વધ્યુ છે. તેમજ યુરીયાની સબસિડી રદ્દ કરીને સરકારે કરોડો રૂપિયા બચાવ્યા છે. જન ધન યોજના અંતર્ગત ૩૧ કરોડ લોકોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. અટલ પેંશન યોજના થકી ૮૦ લાખ સિનીયર સીટીઝનની સેવા કરવામાં આવી રહી છે. મોદી સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરી છે. હવે ખેડૂતોને સરળતાથી પાક વીમો મળી રહે છે.
મોદી સરકારે સસ્તા દરે ડીજીટલ સેવાઓ આપી છે. ૨.૫ લાખ ગામોને ડીજીટલ બનાવાયા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યુ હતું કે, મોદી સરકારનુ લક્ષ્ય ૨૦૧૯ સુધી દેશના દરેક ગામને રોડમાર્ગે જોડવાનુ છે. શૌભાગ્ય યોજના અંતર્ગત ૪ કરોડ ઘરમાં વીજળી પહોંચાડવામાં આવી છે. આપણા દેશમાં ૨.૫ કરોડથી વધુ દિવ્યાંગો છે, જેમના માટે સરકાર સતત કામ કરી રહી છે.
તૃષ્ટિકરણ નહિ પણ સશક્તિકરણ પર જોર આપવામાં આવી રહ્યું છે
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તૃષ્ટિકરણ નહિ પણ સશક્તિકરણના ધોરણે મોદી સરકાર અલ્પસંખ્યક લોકો માટે કામ કરી રહી છે. શીખો અને કમાઓ, ઉસ્તાદ જેવી કેટલીક યોજનાઓને આગળ વધારવામાં આવી રહી છે. પહેલીવાર મેહરમનો નિયમ બદલવામાં આવી રહ્યો છે તેથી ૪૫ + ઉમરના મહિલા કોઈ પણ પુરુષના વિના પણ હજની યાત્રા કરી શકશે.
ગરીબોને ઘર આપવાનું સરકારનું છે લક્ષ્ય
પાછલા ૩.૫ વર્ષમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ૯૩ લાખથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. “પ્રધાનમંત્રી આવાસ યોજના“ના ભાગરૂપે ગરીબોને ઘર બનાવવાના વ્યાજદરમાં ૬ ટકાની રાહત આપવામાં આવી છે. તમામ ગરીબ લોકોના માથા પર છત હોય, તેઓને પાણી-વીજળી-શૌચાલયની સુવિધા મળે, આ સંવેદનશીલ વિચાર સાથે મોદી સરકાર દેશના તમામ ઘરવિહોણા ગરીબ પરિવાર માટે વર્ષ ૨૦૨૨ સુધી ઉપલબ્ધ કરવાના લક્ષ્ય પર કામ કરી રહી છે.
