ભોપાલ,
મધ્યપ્રદેશના ૧૯ નગર નિગમ બેઠક અને ૧૭ જનપથ પંચાયતની બેઠકોની પેટાચુંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ૧૯ નગરનિગમોની બેઠકોની ચુંટણીમાં ભાજપને નવ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ પણ નવ બેઠકો જીતવામાં સફળ રહ્યુ છે. એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે. છ નગરપાલિકામાં ભાજપને બે જ બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને ૪ બેઠકો મળી છે. નગર પરિષદોની ૧૩ બેઠકોમાંથી ૭ બેઠકો ભાજપને મળી છે, ૫ બેઠકો કોંગ્રેસને મળી છે જ્યારે એક બેઠક અપક્ષને મળી છે. મહત્વનુ છે કે, સ્થાનિક સ્વરાજની ચુંટણી હેઠળ ૬ નગરપાલિકા, ૧૩ નગર પરિષદની બેઠકો માટે મતદાન ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયુ હતું.
ભાજપે જીતેલ નગરનિગમની બેઠક
પીથમપુર, ઓમકારેશ્વર, કુક્ષી, ડહી, ધામનોદ, પાનસેમલ, રાજપુર, સેંધવા અને પલસૂદ.
કોંગ્રેસે જીતેલ નગરનિગમની બેઠક
ધરમપુરી, ધાર, મનાવર, રાજગઢ, સરદારપુર, અંજડ, ખેતિયા, બડવાની અને રાધૌગઢ-વિજયપુર.
