Not Set/ video : બવાના અગ્નિકાંડ અંગે નોર્થ એમસીડીના મેયર ચૂપકે ચૂપકે બોલતા કેમેરામાં થયા કેદ , જુઓ

ન્યુ દિલ્લી. રાજધાની દિલ્લીમાં આવેલા બવાના ઔદ્યોગીક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં લાગેલી આગમાં ૧૭ લોકોના મોત નિપજ્યા છે. જયારે બે લોકો ગંભીરરૂપથી ઘાયલ થયા છે. ત્યારે આ ભયાનક દુર્ઘટનાને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા આ મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રી અરવિંદ […]

Top Stories

ન્યુ દિલ્લી.

રાજધાની દિલ્લીમાં આવેલા બવાના ઔદ્યોગીક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં લાગેલી આગમાં ૧૭ લોકોના મોત નિપજ્યા છે. જયારે બે લોકો ગંભીરરૂપથી ઘાયલ થયા છે. ત્યારે આ ભયાનક દુર્ઘટનાને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા આ મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવતા હતા હતા જયારે બીજી બાજુ ઘટનાસ્થળે પહોંચેલા દિલ્હીમાં દક્ષિણ એમસીડીના મેયર અને ભાજપના નેતા પ્રીતિ અગ્રવાલ  ‘આ ફેક્ટરીનું લાઈસન્સ આપણી પાસે છે અને આથી આપણે કશું બોલી શકીએ નહીં” આ રીતે ચૂપકે ચૂપકે બોલતા કેમેરામાં કેદ થયા છે.

હકીકતમાં, નોર્થ દિલ્હી એમસીડીના મેયર પ્રીતિ અગ્રવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તેઓ ઘટના અંગે મીડિયા સમક્ષ પોતાની વાર રજુ કરવાના હતા પણ આ પહેલા જ તેઓ પોતાના સાથી નેતાઓને ધીમા અવાજે કહેવા લાગ્યા કે, આ ફેક્ટરીનું લાઈસન્સ આપણી પાસે છે આથી આપણે કશું બોલી શકીએ નહીં. તેમને લાગી રહ્યું હતું કે કદાચ કેમેરો બંધ છે પરંતુ તેમની આ વાતો તેમના જાણ બહાર કેમેરામાં કેદ થઈ ગઈ હતી,ત્યારબાદ આ વીડિઓ વાઈરલ થયો હતો.

આ વીડિઓ વાઈરલ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ વીડિયો રિટ્વિટ કર્યો હતો અને તેઓને આટલા નીચા સ્તરની રાજનીતિ માટે માફી માંગવી જોઈએ એમ જણાવ્યું હતું. બીજી બાજી દિલ્લી ભાજપના અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીએ દિલ્લી મેયરનો બચાવ કર્યો હતો. બચાવ કરતા તેઓએ કહ્યું કે, પ્રીતિ અગ્રવાલે માત્ર એટલું જ પૂછ્યું કે ફેક્ટરી કોના અંદર આવે છે. બસ આ જ ગુસપુસ હતી. વીડિયોમાં બસ ‘આ ફેક્ટરી’ જ સ્પષ્ટ સંભળાય છે. લોકો આવા સમયે બસ ભાજપ પર દોષનો ટોપલો ઢોળવા માટે નકલી વીડિયો ફેલાવી રહ્યાં છે”.