Not Set/ PHOTOS : દેશભરમાં ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે રક્ષાબંધનનો પર્વ, જુઓ આ ફોટો

નવી દિલ્હી, દેશભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારતમાં આ પવિત્ર પર્વ નિમિત્તે દેશના લોકોની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈક્યા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રાખડી બાંધવા માટે નાના ભૂલકાઓથી સાથે સાથે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ પહોચ્યા હતા. Children tie #Rakhi […]

Trending

નવી દિલ્હી,

દેશભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારતમાં આ પવિત્ર પર્વ નિમિત્તે દેશના લોકોની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈક્યા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રાખડી બાંધવા માટે નાના ભૂલકાઓથી સાથે સાથે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ પહોચ્યા હતા.

બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વની ઉજવણી ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસે પણ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને રાખડી બાંધવા માટે રાજ્યભરમાંથી ભાજપના મહિલા મોર્ચા અને સામાજીક – ધાર્મિક સંગઠનની બહેનો પહોંચી હતી અને વિજય રૂપાણીને રાખડી બાંધીને દિર્ધાયુ આયુની કામના કરી હતી.

ઉપવાસ પર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ રાખંડી બાંધવા માટે તેમની બહેન મોનિકા પહોચ્યા હતા અને રાખડી બાંધીને પોતાના ભાઈને પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી લડવાની ભગવાન તાકાત આપે એમ જણાવ્યું હતું.

આ ઉપરાંત બોલીવુડમાં આ તહેવાર ખાસ રીતે માનવવામાં આવી રહ્યો છે.