વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશની મુકાલાતે ગ્વાલિયર પહોચ્યા હતા. ગ્વાલિયર જિલ્લામાં ટેકનપુર ખાતે BSF એકેડમીમાં યોજાનાર DGP અને IGPની એન્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સંમેલન 7 અને 8 જાન્યુઆરીનાં રોજ યોજાશે. બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષા સહિતના ગંભીર મુદ્દે ચર્ચા થશે. આ કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી ગ્વાલિયર પહોંચી ગયા છે જ્યાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યુ હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ સંમેલનમાં ભાગ લેવા અંતર્ગત શનિવારે જ ગ્વાલિયર પહોંચી ગયા છે. તેમજ આ સંમેલનમાં દરેક રાજ્યોના DG અને અર્ધસૈનિક દળના પ્રમુખ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ DG કોન્ફરન્સનો પ્રાંરભ થયો હતો.
