Not Set/ સ્વચ્છતાના મામલે જેટલી પ્રગતિ ૬૦ વર્ષમાં નથી થઇ એટલી ૪ વર્ષમાં થઇ છે : PM મોદી

નવી દિલ્હી, ૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ લોન્ચ કરવામાં આવેલા સ્વચ્છત ભારત મિશન બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “સ્વચ્છતા હી સેવા આંદોલન”ની શરૂઆત કરાવી છે. પીએમ મોદીએ ચાર વર્ષ બાદ વધુ એકવાર સ્વચ્છતા અભિયાન શરુ કરાવ્યું છે. આ મિશન આગામી ૨ ઓક્ટોબર ગાંધી જયંતી સુધી ચાલશે. Prime Minister sweeps the premises of Baba Sahib Ambedkar Higher […]

Top Stories India Trending

નવી દિલ્હી,

૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ લોન્ચ કરવામાં આવેલા સ્વચ્છત ભારત મિશન બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “સ્વચ્છતા હી સેવા આંદોલન”ની શરૂઆત કરાવી છે. પીએમ મોદીએ ચાર વર્ષ બાદ વધુ એકવાર સ્વચ્છતા અભિયાન શરુ કરાવ્યું છે. આ મિશન આગામી ૨ ઓક્ટોબર ગાંધી જયંતી સુધી ચાલશે.

પીએમ મોદીએ રાજધાની દિલ્હી સ્થિત બાબા સાહેબ આંબેડકર સ્કૂલમાં ઝાડું ચલાવી આ અભિયાનની શરૂઆત કરાવી છે.

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના રાજગઢથી કાર્યક્રમની શરુઆત કરાવી હતી. આ દરમિયાન તેઓએ દેશના અલગ અલજ વિસ્તારોમાં આ અભિયાન સાથે જોડાયેલા સામાન્ય લોકોની સાથે અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન તાતા સાથે પણ વાતચીત કરી હતી.

સ્વચ્છતા જ સેવા આંદોલન”ની શરૂઆત કરાવ્યા બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું,

શું કોઈએ કલ્પના કરી હતી કે, છેલ્લા ૪ વર્ષમાં ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ જશે.

દેશભરમાં ચાર વર્ષમાં સ્વચ્છતા મામલે જે ૬૦ વર્ષમાં થયું ન હતું, એટલી પ્રગતિ કરી છે.

સ્વચ્છતાનું કવરેજ માત્ર ૪૦ ટકા હતું, પરંતુ હવે આ કવરેજ ૯૦ ટકા સુધી પહોચ્યું છે.

આ સ્વચ્છતા અભિયાન દ્વારા જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સપનું સાકાર થશે.

આ તમામ ભારતવાસિઓ અને સ્વચ્છતાગ્રહિઓના પ્રયાસોનું પરિણામ છે કે દેશમાં ૩ લાખ લોકોની જિંદગી સ્વચ્છતાના આ અભિયાન દ્વારા બચાવવામાં આવી છે.

ગંગા અમારી સંસ્કૃતિ છે, ઓળખ છે.

માં ગંગા પ્રત્યે સમર્પણ અને સન્માનગંગોત્રી થી ગંગા સાગર વચ્ચે જ ન માત્ર જોવા મળવું જોઈએ, પરંતુ તેને કષ્ટ આપવાની માનસિકતા પોતાના દિમાગમાંથી બહાર કાઢવી જોઈએ.

હું તમારા બધાનો ગંગા નદીને સ્વચ્છ કરવા માટે કરાયેલા પ્રયાસોને નમન કરું છું.

હું યોગીજી ને પણ ધન્યવાદ કહું છું, તેઓ ગામડે-ગામડે સ્વચ્છતાના અભિયાનને લાંબા સમયથી જોડાયેલા છે.

સાચે જ સ્વચ્છતા માટે સેવા, ઈશ્વરની સેવા જેટલું જ સરખું છે, પણ અમારા પરંપરાગત અને સાંસ્કૃતિક સંદેશ પણ આ જ રહ્યો છે.

સેનાના જવાનોનેબોર્ડર પાર દુશ્મનથી મોરચો લેવાનો છે, પૂર્ણ સંકટ માટે પડકાર ઝીલવાનો છે, ત્યારે દરેક તબક્કામાં તમે દેશ માટે ઉપર રહ્યા છે. હવે સ્વચ્છતા માટેનું આ યોગદાન પોન દેશને ગૌરવ અપાવનારું છે.

તાતા સમૂહ દ્વારા સ્વચ્છતા માટે કરાયેલા પ્રયાસોને પીએમ મોદીએ બિરદાવ્યું હતું. તેઓએ કહ્યું, આ અભિયાનને સાકાર કરવામાં તાત ટ્રસ્ટનું મોટું યોગદાન રહ્યું છે.

અમને આ વાતનો સંતોષ થવો જોઈએ કે, સ્વચ્છત ભારત અભિયાનથી ડાયરિયાના મામલાઓમાં ખુબ ઘટાડો થયો છે.