Not Set/ પોર્ટેબલ પેટ્રોલ પમ્પને મંજૂરી : દૂધની જેમ મળશે પેટ્રોલ

ભારત સરકારે પોર્ટેબલ પેટ્રોલ પંપના કન્સેપ્ટને મંજૂરી આપી દીધી છે. થોડા સમયમાં જ આપને રસ્તાની બાજુમાં મિલ્ક બૂથ ની જેમ આ પેટ્રોલ પંપ દેખાશે. જ્યાંથી આપ ગાડીમાં પેટ્રોલ, ડીઝલ અથવા સીએનજી ભરાવી શકો છો. દુનિયાના લગભગ 35 દેશોમાં આ કન્સેપ્ટ પહેલેથી જ ચલણમાં છે. ભારતમાં આ પ્રયોગ પહેલી વાર થવા જઈ રહ્યો છે. પોર્ટેબલ પેટ્રોલ પંપ […]

Top Stories India
portable petrol pump 95 5 પોર્ટેબલ પેટ્રોલ પમ્પને મંજૂરી : દૂધની જેમ મળશે પેટ્રોલ

ભારત સરકારે પોર્ટેબલ પેટ્રોલ પંપના કન્સેપ્ટને મંજૂરી આપી દીધી છે. થોડા સમયમાં જ આપને રસ્તાની બાજુમાં મિલ્ક બૂથ ની જેમ આ પેટ્રોલ પંપ દેખાશે. જ્યાંથી આપ ગાડીમાં પેટ્રોલ, ડીઝલ અથવા સીએનજી ભરાવી શકો છો. દુનિયાના લગભગ 35 દેશોમાં આ કન્સેપ્ટ પહેલેથી જ ચલણમાં છે. ભારતમાં આ પ્રયોગ પહેલી વાર થવા જઈ રહ્યો છે.

પોર્ટેબલ પેટ્રોલ પંપ સરળતાથી કોઈ પણ સ્થાન પર લઇ જઈ શકાશે. આમાં કન્ટેનર સાથે ફ્યુઅલ ડિસ્પેન્સિંગ મશીન જોડાયેલી હોય છે. આખા યુનિટને ટ્રક પર લાદીને સડક કિનારે રાખવામાં આવે છે. આને કોઈ સ્થાન પર લગાવવા માટે લગભગ 2 કલાકનો સમય લાગે છે. આ માટે ખુબ ઓછી જમીનની જરૂર પડે છે.

Portable Petrol Pump 1535010186 e1535110583731 પોર્ટેબલ પેટ્રોલ પમ્પને મંજૂરી : દૂધની જેમ મળશે પેટ્રોલ

આને મિલ્ક બૂથ અથવા એટીએમની જેમ ઉપયોગ કરી શકાય છે. આપ કેટલાક બટન દબાવીને પેટ્રોલ, ડીઝલ અથવા ગેસનો ઓપ્શન પસંદ કરીને માત્રા મુજબ પેમેન્ટ કરીને ફ્યુઅલ લઇ શકો છો.

આ પેટ્રોલ પંપ પર કેશલેસ પેમેન્ટ ની વ્યવસ્થા હશે. આપ ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ઈ-વોલેટ, યુપીઆઈ  વગેરેથી કેશલેસ પેમેન્ટ કરી શકો છો.

પોર્ટેબલ પેટ્રોલ પંપ સેલ્ફ સર્વિસ મોડલ પર કામ કરે છે. અહીં આપને પેટ્રોલ આપવા માટે કોઈ કર્મચારી નહિ હોય. જાતે જ ગાડીમાં ફ્યુઅલ ભરવું પડશે.

czech portable petrol pumps પોર્ટેબલ પેટ્રોલ પમ્પને મંજૂરી : દૂધની જેમ મળશે પેટ્રોલ

દિલ્હીની કંપની એલિન્જ પોર્ટેબલ પેટ્રોલ પ્રાઇવેટ લિમિટેડે ચેક રિપબ્લિકને ટેક્નોલોજી પાર્ટનર બનાવી છે. કંપની ભારત સરકાર અને ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. કંપનીએ આવતા 5-7 વર્ષમાં 50 હજાર પોર્ટેબલ પેટ્રોલ પંપ યુનિટ તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્ય છે. આ માટે 400 કરોડ રૂપિયા પ્રતિ યુનિટના રોકાણ સાથે 4-7 યુનિટ લગાવવાની તૈયારી કરી રહી છે.

શહેરોમાં તો પેટ્રોલ પમ્પ સરળતાથી મળી જાય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ પંપ માટે ખુબ દૂર જવું પડતું હોય છે. આવા વિસ્તારોમાં પોર્ટેબલ પેટ્રોલ પમ્પ વરદાન રૂપ સાબિત થશે.