Not Set/ પુણે હિંસાની આગ પહોચી સંસદમાં, સરકાર-વિપક્ષ વચ્ચે સર્જાયા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે ભડકેલી હિંસાની આગ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી છે. ત્યારે હવે આ મુદ્દો સંસદમાં ગુજ્યો છે. કોંગેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્ય મંત્રી અનંત કુમાર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા […]

India
પુણે હિંસાની આગ પહોચી સંસદમાં, સરકાર-વિપક્ષ વચ્ચે સર્જાયા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે ભડકેલી હિંસાની આગ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી છે. ત્યારે હવે આ મુદ્દો સંસદમાં ગુજ્યો છે. કોંગેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્ય મંત્રી અનંત કુમાર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, ભીમા-કોરેગાંવમાં દર વર્ષે દલિત લોકો સ્મારક પર જઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. સમાજમાં ભાગલા પાડવા પાછળ કટ્ટર હિન્દુવાદી અને આરએસએસનો હાથ છે. જે રાજ્યોમાં બીજેપીની સરકાર છે જ્યાં દલિતો વિરુધ આ પ્રકારના બનાવો બની રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આ મુદ્દે નિવેદન આપવું જોઈએ. પીએમ આ મુદ્દા પર કેમ ચુપ છે.

કેન્દ્રીય મંત્રી અનંત કુમારે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ભડકાઉ જણાવતા કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી હિમાચલ અને ગુજરાતમાં ચુંટણી હારી ચુકી છે એટલા માટે આ પ્રકારની વાતો કરી રહી છે. આજના સમયમાં બ્રિટિશની જગ્યાએ કોંગ્રેસ વાળા ડીવાઈન્ડ એન્ડ રૂલનું કામ કરી રહ્યા છે. જયારે આજે સબકા સાથ અને સબકા વિકાસને લઈને ચલાવી રહ્યા છે તે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી છે. આ ફોરમનો ઉપયોગ જ્યાં લાગેલી આગને બુઝાવવા માટે કરાવવા માટે થવો જોઈએ ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી તેને ભડકાવવાનો કામ કરી રહ્યા છે”.