Not Set/ રાજ્યસભા ચૂંટણી : રાજપૂત દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી પીટીશનને રદ્દ કરવા અહેમદ પટેલ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

દિલ્લી, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ હવે કાનૂની જંગ જામવા જઈ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ટ નેતા અને સાંસદ અહેમદ પટેલની મળેલી ટુકી સરસાઈથી જીત થઇ હતી. જો કે આ જીત બાદ ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે અહેમદ પટેલની આ જીત અંગે હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. ત્યારે હવે હાઇકોર્ટ દ્વારા […]

Top Stories India
TH09 PAGE 1 LEAGBE28O0E63 1 રાજ્યસભા ચૂંટણી : રાજપૂત દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી પીટીશનને રદ્દ કરવા અહેમદ પટેલ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

દિલ્લી,

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ હવે કાનૂની જંગ જામવા જઈ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ટ નેતા અને સાંસદ અહેમદ પટેલની મળેલી ટુકી સરસાઈથી જીત થઇ હતી. જો કે આ જીત બાદ ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે અહેમદ પટેલની આ જીત અંગે હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. ત્યારે હવે હાઇકોર્ટ દ્વારા આ પીટીશનને ગેરબંધારણીય ગણાવતા આ પીટીશનને રદ્દ કરવા અહેમદ પટેલે હવે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૮ ઓગસ્ટના રોજ યોજાયેલા રાજ્યસભાની ચૂંટણીના હાઈ વોલ્ટેજ ડ્રામામાં ભાજપના અમિત શાહ, સ્મૃતિ ઈરાની તેમજ કોંગ્રેસ તરફથી અહેમદ પટેલનો વિજય થયો હતો, જયારે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયેલા બલવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.

રાજ્યસભાની ચૂંટણી બલવંતસિંહ રાજપૂતને મળેલા પરાજય બાદ તેઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. તેઓએ પોતાની અરજીમાં ચૂંટણી પંચના નિર્ણયના કારણે તેમના બે ધારાસભ્‍યો દ્વારા કરવામાં આવેલા ક્રોસ વોટિંગના બે મતોની ગણતરી કરી ન હતી જેથી ચૂંટણી રદ્દ થવી જોઇએ એવી માંગ કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે રાજપૂતને ચૂંટણી પંચને પ્રતિવાદી તરીકે દૂર કરવા કહ્યું હતું, ત્યારે આ મામલાને અહેમદ પટેલે રાજપૂતની અરજીને SCમાં પડકારી હતી અને કહ્યું કે, તેઓ લોકોની પ્રતિનિધિત્વની કલમ ૮૦ હેઠળ મહત્વપૂર્ણ તકનીકી જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે.

આ પહેલા હાઇકોર્ટ દ્વારા તેઓની અરજી ફગાવી દીધી હતી અને ટ્રાયલ માટે રાજપૂતની ચૂંટણીની અરજી હાથ ધરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, અરજદારે કાયદાની જોગવાઈઓનું પાલન કર્યું છે અને આ ખામીઓને સરળતાથી દૂર થઈ શકે છે.

જો કે ત્યારબાદ આ આદેશને પડકારતા અહેમદ પટેલ શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા છે. મહત્વનું છે કે, એડવોકેટ દેવદત્ત કામતે દ્વારા ઘડવામાં આવેલી અને ગૌતમ તલુકદાર દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર એચસી દ્વારા તેઓએ મોકલેલા સમન રદ્દ કરવાની માંગ કરી હતી.