Not Set/ વાંચો, શું છે પોક્સો એક્ટ અને બાળકીઓના રેપ મામલે આરોપીઓને કેટલા વર્ષની સજા ફટકારવામાં આવશે

દિલ્લી, જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ, સુરતની પાંડેસરા કે પછી ઈન્દોરની માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપની ઘટનાઓ બાદ આરોપી સામે સખ્ત અને મોતની સજા ફટકારવા દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે મોદી સરકાર દ્વારા આ આરોપીને મોતની સજા ફટકારવા માટે પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટે મંજુરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ પોક્સો એક્ટમાં ફેરફાર […]

India
sadfg વાંચો, શું છે પોક્સો એક્ટ અને બાળકીઓના રેપ મામલે આરોપીઓને કેટલા વર્ષની સજા ફટકારવામાં આવશે

દિલ્લી,

જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ, સુરતની પાંડેસરા કે પછી ઈન્દોરની માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપની ઘટનાઓ બાદ આરોપી સામે સખ્ત અને મોતની સજા ફટકારવા દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે મોદી સરકાર દ્વારા આ આરોપીને મોતની સજા ફટકારવા માટે પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટે મંજુરી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટેની મંજુરી આપ્યા બાદ હવે ૧૨ વર્ષની નાની વયની બાળકીઓના રેપના આરોપીઓને મોતની સજા ફટકારવા માટે વટહુકમ લાવવામાં આવશે.

જાણો, POCSO એક્ટ શું છે અને આ કાયદામાં શું ફેરફાર કરવામાં આવશે ?

પોક્સો એ અંગ્રેજી ભાષાનો એક શબ્દ છે. આ શબ્દનો અર્થ થાય છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨. આ એક્ટને દેશભરમાં વધી રહેલા રેપની ઘટનાઓમાં આરોપીઓને સજા ફટકારવાના હેતુથી વર્ષ ૨૦૧૨માં બનાવવામાં આવ્યો હતો.

પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સગીર વયના બાળકોને છેડછાડ, બળાત્કાર અને જાતીય સતામણી જેવા મામલાઓમાં સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ કાયદા હેઠળ સગીર વયના બાળકો સાથે થતી દુષ્કર્મની ઘટનાઓમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

વર્ષ ૨૦૧૨માં બનાવવામાં આવેલા POCSO  એક્ટ હેઠળ અલગ – અલગ આરોપો હેઠળ સજા ફટકારવામાં આવતી હોય છે. જેનું સખ્તાઇથી પાલન પણ કરવામાં આવતું હોય છે.

POCSO એક્ટ હેઠળ અલગ – અલગ આરોપો હેઠળ ફટકારવામાં આવતી સજા

વર્તમાન સમયમાં ૧૨ વર્ષથી નાની માસૂમ બાળકી સાથેની રેપની ઘટનાઓમાં આરોપીઓને આજીવન કેદ અથવા ૭ વર્ષની સજા ફટકારવામાં આવે છે.

જો કે હવે મોદી સરકાર દ્વારા આ એક્ટમાં સંશોધન કરવાની મંજુરી આપ્યા બાદ હવે મોતની સજા ફટકારવામાં આવી શકે છે.

૧૬ વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે થતા રેપના કેસમાં ફટકારવામાં આવતી ૧૦ વર્ષથી સજાને વધારીને ૨૦ વર્ષ કરવામાં આવી છે તેમના આરોપીને આજીવન કેદ પણ થઇ શકે છે.

મહિલાઓ સાથે થતા રેપના કેસમાં ઓછામાં ઓછી સજા ૭ વર્ષથી વધારી ૧૦ સાલ કરી દેવામાં આવી છે. આ કેસમાં પણ આરોપીને ઉમ્ર કેદની સજા ફટકારવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, મોદી સરકાર દ્વારા લાવવામાં આવનાર વટહુકમ પસાર થયા બાદ IPC (ઇન્ડિયન પીનલ કોડ), CrPC (કોડ ઓફ ક્રિમિનલ એક્ટ), એવિડેન્સ એક્ટ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ આ પ્રકારના અપરાધોના આરોપીઓને મોત સજા ફટકારવા માટે પ્રાવધાન કરવામાં આવશે.

પોક્સો એક્ટને લઇ એક નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા એલ સેલ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં એક સિનિયર ટેકનિકલ એક્સપર્ટ, એક ટેકનિકલ એક્સપર્ટ તેમજ બે જુનિયર ટેકનિકલ એક્સપર્ટના સભ્યો હોય છે.