Not Set/ જુઓ ગાઝિયાબાદના હિડન એરબેઝમાં સુરક્ષાની કઈ ખામી સામે આવી

ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં સુરક્ષાની મોટી ખામી સામે આવી છે. મંગળવારે મોડી રાતે એક વ્યક્તિ એરફોર્સના કમ્પાઉન્ટમાં ઘુસી ગયો હતો. અહીં તહેનાત સુરક્ષાકર્મીઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જ્યારે તે વ્યક્તિએ સુરક્ષાકર્મીઓની વાત ન સાંભળી ત્યારે સુરક્ષાકર્મીઓએ તેને ગોળી મારી હતી. હિંડન એરબેઝમાં ઘૂસવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિને ઘાયલ સ્થિતિમાં એરફોર્સની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. […]

India

ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં સુરક્ષાની મોટી ખામી સામે આવી છે. મંગળવારે મોડી રાતે એક વ્યક્તિ એરફોર્સના કમ્પાઉન્ટમાં ઘુસી ગયો હતો. અહીં તહેનાત સુરક્ષાકર્મીઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જ્યારે તે વ્યક્તિએ સુરક્ષાકર્મીઓની વાત ન સાંભળી ત્યારે સુરક્ષાકર્મીઓએ તેને ગોળી મારી હતી. હિંડન એરબેઝમાં ઘૂસવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિને ઘાયલ સ્થિતિમાં એરફોર્સની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિના પગમાં ગોળી વાગી છે. આરોપીની ઓળખ પ્રતાપગઢમાં રહેતા સુજીત તરીકે કરવામાં આવી છે.