Not Set/ શિવપાલ યાદવે કરાવ્યું નવી પાર્ટીનું રજીસ્ટ્રેશન, રાખ્યું આ નામ ….

સમાજવાદી પાર્ટીમાં બગાવત કરીને સેક્યુલર મોરચો બનાવવાવાળા નવી પાર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શિવપાલે જણાવ્યું કે, એમની પાર્ટીનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. જેનું નામ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા રાખવામાં આવ્યું છે. શિવપાલ યાદવે અખિલેશ યાદવની સપા છોડીને કેટલાક દિવસો પહેલા જ નવો મોરચો બનાવ્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે, મને સપામાંથી ધકેલી કાઢવામાં આવ્યો, સાથે જ […]

Top Stories India

સમાજવાદી પાર્ટીમાં બગાવત કરીને સેક્યુલર મોરચો બનાવવાવાળા નવી પાર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શિવપાલે જણાવ્યું કે, એમની પાર્ટીનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. જેનું નામ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા રાખવામાં આવ્યું છે. શિવપાલ યાદવે અખિલેશ યાદવની સપા છોડીને કેટલાક દિવસો પહેલા જ નવો મોરચો બનાવ્યો છે.

શિવપાલ યાદવે કહ્યું કે, મને સપામાંથી ધકેલી કાઢવામાં આવ્યો, સાથે જ મારુ અને નેતાજીનું અપમાન કરવામાં આવ્યું. એમણે કહ્યું કે, ચાંપલુસ અને ચુગલીખોર લોકોના કારણે આવું થયું. શિવપાલે કહ્યું કે સમાજવાદી સેક્યુલર મોરચામાં કોઈને પણ ચંપલૂસી નહિ કરવી પડે.

શિવપાલ પહેલા દાવો કરી ચુક્યા છે કે, એમના સહયોગ વગર દેશ અને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવી મુશ્કેલ છે. સાથે જ એમની પાર્ટી વિના 2019માં કેન્દ્રમાં કોઈ સરકાર નહિ બને. એટલું જ નહિ 2022માં યુપી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી મજબૂત હોવાની વાત પણ કહી હતી.

અન્ય દળો સાથે ગઠબંધન પર શિવપાલે જણાવ્યું કે, બધા  લોકોને જોડી રહ્યો છું, જેઓ એમની પાર્ટીમાં ઉપેક્ષિત હોય.