Not Set/ અમિત શાહને ફસાવવા માટે કોંગ્રેસે કર્યો CBIનો ઉપયોગ : સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી, કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપનો દોર નવા વર્ષના પહેલા દિવસથી જ શરુ થઇ ગયો છે. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર હુમલો બોલતા CBIનો દુરપયોગ કયો હોવાનો આરોપ લગાવ્યો છે. Union Minister & BJP leader Smriti Irani: Congress misused the CBI in 2010 to frame BJP Pres […]

Top Stories India Trending
smruti irani અમિત શાહને ફસાવવા માટે કોંગ્રેસે કર્યો CBIનો ઉપયોગ : સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી,

કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપનો દોર નવા વર્ષના પહેલા દિવસથી જ શરુ થઇ ગયો છે.

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર હુમલો બોલતા CBIનો દુરપયોગ કયો હોવાનો આરોપ લગાવ્યો છે.

તેઓએ કહ્યું હતું કે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ મામલે ષડયંત્ર રચીને કોંગ્રેસ પાર્ટી પોતાના શાસનકાળ દરમિયાન તપાસ એજન્સી CBIનો ઉપયોગ કરીને અમિત શાહને ફસાવવા માંગતી હતી. કોંગ્રેસ પાર્ટીએ વર્ષ ૨૦૧૦માં અમિત શાહ વિરુધ CBIનો ખોટો ઉપયોગ કર્યો હતો”.

સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું, “કોંગ્રેસને પોતાના ષડયંત્રો વિરુધ કોર્ટના નિર્ણયથી તમાચો પડ્યો છે”.

કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ સોનિયા ગાંધીને અમિત શાહને સોહરાબુદ્દીન મામલામાં ફસાવવા માટેના મુખ્ય દોષી માન્યા છે.

સોનિયા ગાંધી પર હુમલો બોલતા તેઓએ કહ્યું, “કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ સોનિયા ગાંધીએ જરૂરી તમામ કોશિશ કરી હતી જેથી અમિત શાહનું રાજનૈતિક કેરિયર સમાપ્ત કરી શકાય”.

તેઓએ કહ્યું, “CBIની સ્પેશિયલ કોર્ટનો હાલમાં જ ચુકાદો આવ્યો છે, જેમાં જજે કહ્યું છે કે, ૨૧૦ સાક્ષીઓ સાથે પૂછતાછ અને તમામ પુરાવાઓ વાંચ્યા બાદ સ્પષ્ટ થાય છે કે, લગાવવામાં આવેલા આરોપ રાજનૈતિક ફાયદો લેવા માટે લગાવાયા છે”.