Not Set/ સોશિયલ સાઈટ્સ ટ્વિટરે પોતાના ૩૩ કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે કરી અપીલ

દિલ્લી, છેલ્લા કેટલાક સમયથી ફેસબુક ડેટા લીકના મામલે યુઝર્સના ડેટાની પ્રાઈવસી સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સોશિયલ સાઈટ્સ ટ્વિટર દ્વારા પણ સુરક્ષાના કારણોસર પોતાના ૩૩ કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે અપીલ કરી છે. સોશિયલ સાઈટ્સ ટ્વિટરમાં એક બગ આવી ગયો છે જેને યુઝર્સના પાસવર્ડને એક ઇન્ટરનલ લોગમાં સ્ટોર કરે છે. આ કારણોસર યુઝર્સને […]

India
Twitter સોશિયલ સાઈટ્સ ટ્વિટરે પોતાના ૩૩ કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે કરી અપીલ

દિલ્લી,

છેલ્લા કેટલાક સમયથી ફેસબુક ડેટા લીકના મામલે યુઝર્સના ડેટાની પ્રાઈવસી સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સોશિયલ સાઈટ્સ ટ્વિટર દ્વારા પણ સુરક્ષાના કારણોસર પોતાના ૩૩ કરોડ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે અપીલ કરી છે.

સોશિયલ સાઈટ્સ ટ્વિટરમાં એક બગ આવી ગયો છે જેને યુઝર્સના પાસવર્ડને એક ઇન્ટરનલ લોગમાં સ્ટોર કરે છે. આ કારણોસર યુઝર્સને પાસવર્ડ બદલવા સલાહ આપી છે.

ટ્વિટર દ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું, ” માઈક્રોબ્લોગિંગ વેબસાઈટના ૩૩૦ મિલિયન એટલે કે ૩૩ કરોડ યુઝર્સના ડેટા સુરક્ષિત છે અને તેની સાથે કોઈ ખિલવાડ કરવામાં આવ્યો નથી.

ટ્વિટર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું, ” તાજેતરમાં જ એક બગ જોવામાં આવ્યો હતો જેને એક ઇન્ટરનલ લોગમાં સ્ટોર પાસવર્ડનો ખુલાસો થયો હતો. અમારા દ્વારા એક બગ ફિક્સ કરવામાં આવ્યો છે અને હાલમાં આ ડેટાનો કોઈ પણ પ્રકારની ડેટા ચોરી કે મિસયુઝ થયા હોવાના સંકેત મળ્યા નથી.

આ ઇન્ટરનલ બગને ફિક્સ કરવામાં આવ્યો છે પરંતુ સુરક્ષાના કારણોસર ટ્વિટર દ્વારા યુઝર્સને પોતાના એકાઉન્ટના પાસવર્ડ બદલવા માટે આગ્રહ કર્યો છે. આ ઉપરાંત કંપની દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, “ભવિષ્યમાં બગની સમસ્યા ફરીવાર ન સર્જાય તે માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે”.

કંપની દ્વારા જણાવવામાં આવ્યું, ” ટ્વિટર એ યોજનાઓ પર કામ કરી રહ્યું છે જેથી આ બગને બીજીવાર આવવાથી રોકી શકવામાં આવે.

મહત્વનું છે કે, ફેસબુક ડેટા લીક મામલો એ કેમ્બ્રિજ એનાલિટીકા ફર્મ સાથે જોડાયેલુ છે તેઓએ ગેરકાયદેસર રીતે ફેસબુકના કરોડો યુઝરોના ડેટા સાથે છેડ-છાડ કરીને ૨૦૧૬માં યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરી હતી અને આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો પહોચાડ્યો હતો.

જો કે ત્યારબાદ ફેસબુક દ્વારા આ મામલાની તપાસ માટે એક ડિજિટલ ફોરેન્સિક એજેન્સીને પણ હાયર કરી હતી. પરંતુ આ વિવાદ બાદ ફેસબુક સામે યુઝર્સના ડેટા પ્રાઈવસીને લઇ અનેક સવાલો ઉભા થયા હતા.