નવી દિલ્હી,
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રિયલ એસ્ટેટ ગ્રુપ આમ્રપાલીના ડાયરેક્ટરોને ફટકાર લગાવતા મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપ દ્વારા સમયસર પરિયોજનાઓ ન પૂરી કરવા પર અને ખરીદદારોને પોતાના ફ્લેટ ન આપવા મામલે આ સમૂહના ૩ ડાયરેક્ટરોને પોલીસ કસ્ટડીમાં લેવા માટે આદેશ આપ્યો છે.
મંગળવારે જસ્ટિસ અરુણ મિશ્રા અને યુ યુ લલિતની ખંડપીઠ દ્વારા પોલીસને કોર્ટની અંદર બોલાવવામાં આવ્યા હતા અને આદેશ આપ્યો હતો કે, આમ્રપાલી ગ્રુપના ડાયરેક્ટર અનિલ કુમાર શર્મા, શોવ પ્રિયા અને અજય કુમારને ત્યાં સુધી કસ્ટડીમાં લેવામાં આવે, જ્યાં સુધી ફોરેન્સિક ઓડિટના તમામ દસ્તાવેજ ઉપલબ્ધ કરવામાં નહી આવતા.
SC sends three Amrapali real estate Group Directors- Anil Kumar Sharma, Shov Priya and Ajay Kumar – in police custody for not handing over all the documents with respect to its account related to forensics audits. https://t.co/iHPviiyxsk
— ANI (@ANI) October 9, 2018
આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગષ્ટ મહિનામાં આ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર અને ડાયરેક્ટરોને સખ્ત ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો તમારા દ્વારા કોઈ ચાલાકી બતાવવાની કોશિશ કરવામાં આવી તો, તમને ગંભીર પરિણામ ભોગવવું પડશે. અમે તમને બેઘર કરી દઈશું”.
સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવી ફટકાર
સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, “તમારા દ્વારા લોકોને પોતાના ઘર માટે ભટકવા માટે મજબૂર કર્યા છે. અમે તમારી સંપત્તિનું વેચાણ કરીશું અને તમારા ઘર પણ વેચી દઈશું. ત્યાએ તમે પણ આ જ પ્રકારે પોતાના ઘરોને જોશો, જે રીતે બીજા ફ્લેટ ખરીદનાર જોઈ રહ્યા છે.

અદાલત દ્વારા તેઓને પૂછવામાં આવ્યું હતું કે, તમે તમારી સંપત્તિ વેચીને ૫,૧૧૨ કરોડ રૂપિયા એકઠા કરી દઈશું. આ પ્રપોજલ જોઇને તમને બતાવીશું, જેથી જે અધૂરા હાઉસિંગ પ્રોજેક્ટને પુરા કરવામાં આવી શકે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આમ્રપાલી ગ્રુપના ડાયરેક્ટર અને પ્રમોટરને પોતાની સંપત્તિની તમામ વિગતો પણ રજૂ કરવાની રહેશે.
આ સાથે જ સર્વોચ્ચ અદાલત દ્વારા વીજળી કંપનીઓને પણ આદેશ આપ્યો છે કે, આમ્રપાલી સમૂહની બે પરિયોજનાઓમાં વીજળીની આપૂર્તિ પુન:સ્થાપિત કરે.
