Not Set/ નૌસેનાને મળી “કલવરી”, સમુદ્રની તાકાતમાં થશે અનેક ઘણો વધારો

લાંબા સમયની પ્રતીક્ષા બાદ ભારતીય નૈસેનાના બેડામાં સ્કોર્પિયન સિરીઝની પ્રથમ સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયાના સ્વદેશી ટેકનીક હેઠળ બનેલી આ સબમરીન દુશ્મનની નજરથી બચી ચોક્કસ નિશાન લગાવી શકે છે. તેમજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઇલના હુમલા પણ કરી શકે છે. હિન્દ મહાસાગર ચીનની વધી રહેલી ગતિવિધિઓ સામે આધુનિક ફીચર્સવાળી આ સબમરીનના સમાવેશથી નૌસેનાની તાકાતમાં […]

India
Chilean navys Scorpene type submarine 1 નૌસેનાને મળી "કલવરી", સમુદ્રની તાકાતમાં થશે અનેક ઘણો વધારો

લાંબા સમયની પ્રતીક્ષા બાદ ભારતીય નૈસેનાના બેડામાં સ્કોર્પિયન સિરીઝની પ્રથમ સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયાના સ્વદેશી ટેકનીક હેઠળ બનેલી આ સબમરીન દુશ્મનની નજરથી બચી ચોક્કસ નિશાન લગાવી શકે છે. તેમજ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઇલના હુમલા પણ કરી શકે છે. હિન્દ મહાસાગર ચીનની વધી રહેલી ગતિવિધિઓ સામે આધુનિક ફીચર્સવાળી આ સબમરીનના સમાવેશથી નૌસેનાની તાકાતમાં ઘણો વધારો થશે.

ઉલ્લેખનિય છે કે, ભારતીય નૈસેનાના બેડામાં હાલ શિશુમાર ક્લાસ (જર્મન) ની ચાર નાની, સિંધુઘોષ ક્લાસ (રશિયન)ની નવ મોટી પારંપરિક સબમરીન છે. આમાંથી મોટા ભાગની સબમરીન ૨૫ વર્ષ પૂરાં કરી ચૂકી છે.

ભારતમાં ૧૯૯૯માં તૈયાર કરાયેલા પ્લાન પ્રમાણે ૨૦૨૯ સુધી ૨૪ સબમરીન બનાવવાની યોજની બની હતી. ત્યારબાદ પ્રથમ પ્રોજેક્ટ P75i હેઠળ સ્કોર્પિયન ક્લાસની છ સબમરીનનું નિર્માણ શરૃ થયું હતું.