Not Set/ જાણો, હાઇકોર્ટના ચુકાદા પર મમતાએ શું કહ્યું ?

દુર્ગા મૂર્તિ વિસર્જન અને મુહર્રમ એકસાથે હોવાથી તારીખના ફેરફાર પર મમતા સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટે નામંજૂર કરી દીધો છે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું, આવી મનમાનીને આદેશ નથી આપી શકતા. ત્યારબાદ હાઈકોર્ટના નિર્ણય પર પતિક્રિયા આપતા મમતા બેનર્જીએ જણાવ્યું કે, ‘કોઈ મારું ગળુ કાપી શકે છે, પણ મને આ નથી કહી શકતું કે મારે શું કરવું […]

India
mamata tmc rally 759 જાણો, હાઇકોર્ટના ચુકાદા પર મમતાએ શું કહ્યું ?

દુર્ગા મૂર્તિ વિસર્જન અને મુહર્રમ એકસાથે હોવાથી તારીખના ફેરફાર પર મમતા સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટે નામંજૂર કરી દીધો છે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું, આવી મનમાનીને આદેશ નથી આપી શકતા. ત્યારબાદ હાઈકોર્ટના નિર્ણય પર પતિક્રિયા આપતા મમતા બેનર્જીએ જણાવ્યું કે, ‘કોઈ મારું ગળુ કાપી શકે છે, પણ મને આ નથી કહી શકતું કે મારે શું કરવું જોઈએ અને શું નહિ, શાંતી જાળવી રાખવા માટે હું એ બધું જ કરીશ જે મારે કરવું જોઈએ’. મમતાએ વધુમાં કહ્યું કે, કોણ કઈ પૂજા કરશે, કેવી રીતે કરશે, આ અમારો પોતાનો અધિકાર છે.

મહત્વનું છે કે, મમતા સરકારે નિર્ણય લીધો છે કે, મુહર્રમના આગલા દિવસે દુર્ગા મુર્તિનું વિસર્જન થશે. આ વખતે દુર્ગા પૂજા અને મુહર્રમ એક જ દિવસે પહેલી ઓકટોબરે છે. તેથી મુહર્રમના દિવસને છોડીને ૨, ૩ અને ૪ ઓકટોબરે દુર્ગા વિસર્જન કરી શકાશે.