આજના ડીજીટલ યુગમાં દેશની અર્થવ્યવસ્થાને ડિજીટલ બનાવવા માટે સરકાર દ્વારા પણ પહેલ કરવામાં આવી રહી છે. ઓનલાઈન લેણ-દેણ, E-Wallet થી પેમેન્ટને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ભીમ’ નામની એક ડીજીટલ એપ લોન્ચ કરી છે. પરંતુ ઈ-વોલેટ થી થતા ઓનલાઈન લેણ-દેણ, પેમેન્ટમાં છેતરપિંડી અને અસલી-નકલી ઈ-વોલેટની ઓળખ એ એક મોટી સમસ્યા છે.
ઈ-વોલેટથી થતા ઓનલાઈન પેમેન્ટમાં છેતરપિંડી અને અસલી-નકલી ઈ-વોલેટની ઓળખથી બચવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો :
- કોઈ પણ ઈ-વોલેટ એપને ડાઉનલોડ કરતા પહેલા તેના નીચે લખેલ કંપની અને ડેવલપરનું નામ ચેક કરો.
- ઈ-વોલેટને ડાઉનલોડ કરતા પહેલા તેને આપવામાં આવેલ રેટિંગને પણ ચેક કરો.
- કોઈ પણ એવા ઈ-વોલેટ પર પોતાનો કોડ અથવા પાસવર્ડ સેવ ન કરો. ઈ-વોલેટ ડાઉનલોડ કરતા પહેલા તેનો સ્પેલિંગ જરૂર ચેક કરો.
- વેલિડ સ્ટોર પરથી જ એપ ડાઉનલોડ કરો. કારણ કે, ઓથેન્ટિકેટેડ એપ સીધી એપ સ્ટોર પર જઈને જ ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઓનલાઈન લીંકનો સહારો ન લો