Not Set/ રાખી સાંવત બનશે બાબાની લાડકી હનીપ્રીત

તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલા હરિયાણાના ડેરા સચ્ચા સૌદાના કહેવાતા સંત બાબા ગુરમીત રામ રહીમ વિશે  ફિલ્મ બનનારી છે.જેમાં વિવાદાસ્પદ આઇટમ ગર્લ કમ અભિનેત્રી રાખી બાબાની લાડકી હનીપ્રીતનો રોલ કરવાની છે જો કે રાખીએ જ આની જાહેરાત કરી છે.રાખીએ એમ પણ જણાવ્યુ કે તે હનીપ્રીતને છેલ્લાં સાત આઠ વર્ષથી ઓળખતી હતી અને હનીપ્રીત વિશે તેને બધી […]

Entertainment
rakhi sawant ram rahim રાખી સાંવત બનશે બાબાની લાડકી હનીપ્રીત

તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલા હરિયાણાના ડેરા સચ્ચા સૌદાના કહેવાતા સંત બાબા ગુરમીત રામ રહીમ વિશે  ફિલ્મ બનનારી છે.જેમાં વિવાદાસ્પદ આઇટમ ગર્લ કમ અભિનેત્રી રાખી બાબાની લાડકી હનીપ્રીતનો રોલ કરવાની છે જો કે રાખીએ જ આની જાહેરાત કરી છે.રાખીએ એમ પણ જણાવ્યુ કે તે હનીપ્રીતને છેલ્લાં સાત આઠ વર્ષથી ઓળખતી હતી અને હનીપ્રીત વિશે તેને બધી જ ખબર છે.તથા રાખીએ વધુમાં જણાવ્યુ કે હનીપ્રીત લંડનમાં હોઈ શકે છે.તો રાખી તેના ભાઈ રાકેશ સાંવત સાથે મળીને બાબ રામ રહીમ પર મુવી બનાવવાની છે અને તે હનીપ્રીતનો રોલ કરવાની છે.રાખીએ વધુમાં એવો દાવો પણ કર્યો હતો કે તેઓ દિલ્હીમાં ડેરા સચ્ચા સૌદા જેવો સેટ ઊભો કરવાના છે.જો કે સ્ક્રીપ્ટ, અન્ય કલાકારો ,ફાયનાન્સર કોણ છે તે વગેરે વિગતો આપવાનો એણે ઇનકાર કર્યો હતો.ઑગષ્ટની ૨૫મીએ પંચકુલા વિસ્તારની સીબીઆઇ કોર્ટે બાબાને એના આશ્રમની બે સાધ્વીઓ પર કરેલા કહેવાતા બળાત્કાર માટે વીસ વર્ષની સજા કરી હતી.ગયા વરસે રાખીએ શીના બોરા ખૂન કેસ પર આધારિત કથા ધરાવતી ફિલ્મ એક કહાની જુલી કીમાં કામ કર્યું હતું

.