Bollywood/ ‘ભૂલ ભુલૈયા 2’નું મોશન પોસ્ટર થયું રિલીઝ, જાણો તારીખે ફિલ્મ જોવા મળશે

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ 2022માં 25 માર્ચે સિનેમાઘરોમાં આવશે. અભિનેતાએ તેનું મોશન પોસ્ટર શેર કરીને આ વાતની જાહેરાત કરી છે.

Entertainment
Untitled 393 'ભૂલ ભુલૈયા 2'નું મોશન પોસ્ટર થયું રિલીઝ, જાણો તારીખે ફિલ્મ જોવા મળશે

મહારાષ્ટ્ર સરકારે 22 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી મેકર્સ અને સેલેબ્સ ખૂબ ખુશ છે. લાંબા સમયથી થિયેટરો બંધ હોવાને કારણે કેટલીક ફિલ્મો OTT પર રજૂ કરવામાં આવી હતી. પરંતુ કેટલીક ફિલ્મો એવી છે જે નિર્માતાઓ દ્વારા OTT પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી નથી. કાર્તિક આર્યન અભિનીત ‘ભૂલ ભુલૈયા 2’ પણ આ યાદીમાં સામેલ છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. અભિનેતાએ તેની નવી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે.

આ પણ વાંચો : પંજાબમાં કેપ્ટન સામે પડેલા સિદ્ધુ રન આઉટ, અધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામું

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ 2022માં 25 માર્ચે સિનેમાઘરોમાં આવશે. અભિનેતાએ તેનું મોશન પોસ્ટર શેર કરીને આ વાતની જાહેરાત કરી છે. આ ફિલ્મ એક હોરર-કોમેડી છે. આ ફિલ્મને લઈ ચાહકોને બહુ બધી અપેક્ષા છે. કારણકે અક્ષય કુમારની ‘ભૂલ ભુલૈયા’એ લોકોના દિલ પર રાજ કર્યું હતું. જોવાનું એ છે કે કાર્તિકની આ ફિલ્મ એ લેવલ સુધી પહોંચી શકશે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :અમદાવાદમાં ઇન્કમટેકસનું સુપર ઓપરેશન, બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા

આ ફિલ્મ વિશે એવી અફવાઓ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ નહીં થઈ શકે. આ ફિલ્મ માર્વેલ ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’ સાથે ટકરાશે. ‘ભૂલ ભુલૈયા 2’ 2007 ની હોરર-કોમેડીની સિક્વલ છે, જે પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત છે અને અક્ષય કુમાર, વિદ્યા બાલન અને શાઇની આહુજા મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો :અમદાવાદમાં વાહન લઇને નિકળ્યા છો તો રાખજો ધ્યાન, શહેરનાં આ વિસ્તારમાં ભૂવામાં પડી રીક્ષા