Bollywood/ અક્ષય કુમારની સૌ પ્રથમ વેબ સીરિઝના દિગ્દર્શન માટે ત્રણ દિગ્દર્શકો વચ્ચે હોડ

આ નિર્દેશકોમાં ‘રામ સેતૂ’ના અભિષેક શર્મા, ‘ફેમિલી મેન-૨’ના સુપણ ર્ વર્મા અને ‘કેસરી’ના અનુરાગ સિંહનો સમાવેશ થાય છે.

Entertainment
Untitled 60 અક્ષય કુમારની સૌ પ્રથમ વેબ સીરિઝના દિગ્દર્શન માટે ત્રણ દિગ્દર્શકો વચ્ચે હોડ

તાની શિસ્તબધ્ધ જીવનશૈલી અને કામ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે બોલીવૂડમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર અક્ષય કુમાર ‘ધ એન્ડ’વેબ શો દ્વારા ડિજિટલ ક્ષેત્રે શુભારંભ કરશે. વર્ષ ૨૦૧૯માં જ તેણે તેની ઘોષણા કરી દીધી હતી.અને હવે એમ જાણવા મળી રહ્યું છે કે તેની સૌપ્રથમ વેબ સીરિઝના દિગ્દર્શન માટે ત્રણ દિગ્દર્શકો કતારમાં છે.

આ પણ  વાંચો:IN GUJRAT / રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે સળગી ઉઠી જોકે બે મુસાફરોનો આબાદ બચાવ થયો

સૂત્રોએ જણાવ્યું હતુ ં કે વર્ષ ૨૦૨૩ના મધ્યમાં રજૂ થનારી આ વેબ સીરિઝની પટકથા લખવા માટે ભરપૂર સમય લેવામાં આવ્યો છે. આ કોમ્પ્લેક્સ એક્શન થ્રિલરમાં ભવિષ્ય વિશે બતાવવામાં આવશે. અક્ષય કુમાર તેમાં માનવીઓને બચાવવા સમય સાથે બાથ ભીડશે.તેની પટકથાનું કામ પૂર્ણતાને આરે છે. તેથી ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ  વાંચો:કોરોના સંક્રમિત /  ગુજરાતના બે સિંગર કોરોનાની ચપેટમાં, રાકેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ થયા સંક્રમિત

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ શોના સર્જકો ત્રણ દિગ્દર્શકો સાથે તેના દિગ્દર્શન બાબતે વાતચીત કરી રહ્યાં છે. આ નિર્દેશકોમાં ‘રામ સેતૂ’ના અભિષેક શર્મા, ‘ફેમિલી મેન-૨’ના સુપણ ર્ વર્મા અને ‘કેસરી’ના અનુરાગ સિંહનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહે છે કે ખિલાડી કુમારને દિગ્દર્શિત કરવાનો લ્હાવો કોને મળે છે.