Technology/ 10 હજાર રુપિયા સસ્તો થયો રોટેટિંગ ડિસ્પ્લે વાળો આ સ્માર્ટફોન, જાણો નવી કિંમત

એલજીના ફરતા ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન એલજી વિંગને ખરીદવાની મોટી તક આપવામાં આવી રહી છે. આ ફોન ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, અને હવે તેની કિંમતમાં 10,000 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. ફોનની કિંમત ઘટાડ્યા બાદ હવે તે એમેઝોન પર 59,990 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે લોન્ચિંગ સમયે આ ફોન 69,990 […]

Tech & Auto
lg wing 10 હજાર રુપિયા સસ્તો થયો રોટેટિંગ ડિસ્પ્લે વાળો આ સ્માર્ટફોન, જાણો નવી કિંમત

એલજીના ફરતા ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન એલજી વિંગને ખરીદવાની મોટી તક આપવામાં આવી રહી છે. આ ફોન ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, અને હવે તેની કિંમતમાં 10,000 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. ફોનની કિંમત ઘટાડ્યા બાદ હવે તે એમેઝોન પર 59,990 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.

LG's Wing 5G is the strangest dual-screen phone we've ever seen | Engadget

ગયા વર્ષે લોન્ચિંગ સમયે આ ફોન 69,990 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યો હતો. ગ્રાહકો તેને ઓછી કિંમતે ફોનને 59,990 રૂપિયામાં ખરીદી શકે છે. ફોનની નવી કિંમત ઓનલાઇન શોપિંગ વેબસાઇટ એમેઝોન ઇન્ડિયા અને કંપનીની વેબસાઇટ Lg.in પર અપડેટ કરવામાં આવી છે.

આ ફોનમાં 6.8 ઇંચની ફુલ એચડી + ડિસ્પ્લે છે. તેનુ સેકન્ડરી ડિસ્પ્લે 3.9 ઇંચની સાથે આવે છે, જે 1080 × 1240 પિક્સેલ્સનાં રિઝોલ્યુશન સાથે આવે છે. ડ્યુઅલ સ્ક્રીનવાળા આ ફોનને જોવા માટે તે એકદમ યુનિક લાગે છે .. આ ફોનમાં પ્રોસેસર તરીકે સ્નેપડ્રેગન 765 જી ચિપસેટ આપવામાં આવી છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે.

LG Wing 5G – Mobile4u Cellular

LG Wing ફોનમાં ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ છે. તેમાં એલઇડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો પ્રાઈમરી, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ ગિમ્બલ મોડ કેમેરો છે. સેલ્ફી માટે આ ફોનની આગળ ભાગમાં ગ્રાહકોને 32 મેગાપિક્સલનો પોપ-અપ કેમેરો આપવામાં આવ્યો છે.

LG WING REPRESENTS A NEW DEFINITION OF USABILITY NEVER SEEN BEFORE IN A  SMARTPHONE | LG NEWSROOM

ફોનમાં પાવર આપવા માટે, આ સ્માર્ટફોનમાં 4000mAh ની બેટરી છે. ઝડપી ચાર્જિંગ માટે આ ફોનમાં ક્વિક ચાર્જ 4.0 ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો સપોર્ટ મળે છે.