Not Set/ આજે જ હટાવો ફેસબુક પરથી તમારી આ માહિતી નહિ તો…..

હાલમાં જ ફેસબુક દ્વારા પાંચ કરોડ લોકોની અંગત માહિતી લીક થઇ ગઈ છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ આ મામલે પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે કહ્યું કે, ફેસબુકના તમામ યુસર્સની માહિતીને સુરક્ષિત કરવી એ અમારી જવાબદારી છે.  ઝુકરબર્ગને પણ હજુ સુધી સમજમાં નથી આવતું કે આ ડેટા લીક કેવી રીતે થયો ! આ સાથે જ ફેસબુકના […]

Tech & Auto
usa today આજે જ હટાવો ફેસબુક પરથી તમારી આ માહિતી નહિ તો.....

હાલમાં જ ફેસબુક દ્વારા પાંચ કરોડ લોકોની અંગત માહિતી લીક થઇ ગઈ છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ આ મામલે પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે કહ્યું કે, ફેસબુકના તમામ યુસર્સની માહિતીને સુરક્ષિત કરવી એ અમારી જવાબદારી છે.  ઝુકરબર્ગને પણ હજુ સુધી સમજમાં નથી આવતું કે આ ડેટા લીક કેવી રીતે થયો ! આ સાથે જ ફેસબુકના સીઈઓએ તમામ યુઝર્સની પ્રાઈવેસી જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ વાત જણાવી હતી.

આ છે એ પાંચ બાબતો જે ફેસબુક પરથી આજે જ હટાવી દો :

તમારી જન્મતારીખ

ફેસબુકને અને જન્મતારીખ ને કોઈ લેવા દેવા નથી હોતા પરંતુ તમને જણાવી દઈએ કે હેકર્સ ડેટ ઓફ બર્થનો ઉપયોગ કેટલી માહિતી જાણવા માટે કરી શકે છે. આથી ડેટ ઓફ બર્થ તમારા એકાઉન્ટમાંથી આજે જ રીમુવ કરી દો.

મોબાઈલ નંબર

શરૂઆતમાં ફેસબુકમાં મોબાઇલ નંબર જરૂરી હતો કારણ કે એકાઉન્ટનું રજીસ્ટ્રેશન કરવા તે જરૂરી હતું પરંતુ હાલ તેની કોઈ જરૂર નથી. જો તમે ફેસબુક પર તમારો મોબાઇલ નંબર લખ્યું હોય તો આજે જ તેને ડીલીટ કરી દેજો કેમ કે આ નંબરનો મિસયુઝ થઇ શકે છે.

લોકેશન ના કરતા શેર

ઘણા લોકોને ટેવ હોય છે કે ગમે ત્યાં ફરવા જાય કે જમવા જાય ત્યારે ફેસબુકમાં પોસ્ટમાં લોકેશન મુકતા હોય છે. તમે અત્યારે ક્યાં ફરી રહ્યા છો તે લોકેશન દ્વારા ખબર પડી જાય છે. ઘણી વાર લોકો એરપોર્ટ કે હોલીડેના ફોટા મુક્ત હોય છે આમ કરવાથી તમારા ઘરમાં ચોરીના ચાન્સ વધી જાય છે.

આલ્કોહોલ સાથેના ફોટા

ઘણી વાર આપણે કોઈ પબ કે પાર્ટીમાં જતા હોઈએ છીએ ત્યારે આલ્કોહોલ સાથેના ફોટા મુક્ત હોઈએ છીએ. તમારું પ્રાઈવેસી સેટિંગ હેક થાય તો આ ફોટા તમારા પરિવારના કોઈ સદસ્યને ખબર પડે તો તમે મુશ્કેલીમાં મૂકી જશો. ઉપરાંત આજે દરેક કંપની જોબ આપતા પહેલા તમારું બેકગ્રાઉન્ડ ચેક કરતા હોય છે. આમ તમારી ઇમ્પ્રેસનને લાંછન ન લાગે માટે આવી તસ્વીર મુકતા પહેલા વિચારી લેજો.

તમારા એક્સ સાથેના ફોટા

આજે સોશિયલ મીડિયામાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે ફોટા મુકવાનો ક્રેઝ થઇ ગયો છે. આ ફોટાનો ઉપયોગ કરીને તમને બ્લેકમેલ કરી શકે છે એટલે આજે જ હટાવી દો.