Technology/ શું તમે તમારા WhatsApp ને ગોલ્ડ આઇકોનમાં બદલવા માંગો છો? તો Follow કરો આ Steps

WhatsApp તમને તમારા તહેવારોને અલગ રીતે ઉજવવાની તક આપે છે. તે યુઝર્સને તેમની પસંદગી અનુસાર એપ્લિકેશનને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે.

Tech & Auto
WhatsApp Gold Icon

WhatsApp તમને તમારા તહેવારોને અલગ રીતે ઉજવવાની તક આપે છે. તે યુઝર્સને તેમની પસંદગી અનુસાર એપ્લિકેશનને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. જ્યા એક તરફ આ એપ તમને ક્રિસમસ પર આઇકોન પર ટોપી લગાવવાની તક આપી રહી છે, તો બીજી તરફ તમે આખા આઇકોનને ગોલ્ડન કલરમાં બદલી શકો છો. જી હા, શું તમે પણ તમારું નવું વર્ષ 2022 અલગ રીતે ઉજવવા માંગો છો? નવા વર્ષ પર તમે ફક્ત તમારા ઘરોને જ નહીં પરંતુ તમારા સેલ ફોનને પણ સોનેરી રંગથી ચમકાવી શકો છો. તમે તમારા WhatsAppને ગોલ્ડ આઇકોનમાં પણ બદલી શકો છો.

આ પણ વાંચો – Auto / આ કંપનીની CNG કારની વધી માંગ, લોકો મોટી સંખ્યામાં આપી રહ્યા છે Order

ક્રિસમસનો તહેવાર ગયા બાદ હવે નવું વર્ષ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ આ નવા વર્ષને પોતપોતાની રીતે આવકારવા માંગે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ નવું વર્ષ તેના માટે ઘણી ખુશીઓ લઈને આવશે. પીળા રંગને ઉજવણીનો રંગ કહેવામાં આવે છે, તેથી ઘણા લોકો ખુશીનાં પ્રસંગે પીળા રંગનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. ઘરથી લઈને કપડા સુધી, ગેજેટ્સ પણ સોનેરી રંગમાં રંગવામાં આવે છે. વાસ્તવમાં સોનાનો રંગ પણ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તમે આ ગોલ્ડન કલરનો ઉપયોગ WhatsApp લોગોમાં પણ કરી શકો છો. મોબાઈલ પર સૌથી વધુ મેસેજિંગ એપ તરીકે ઉપયોગમાં લેવાતા WhatsApp ને પણ હવે સોનેરી રંગમાં રંગી શકાશે. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે, જેના દ્વારા તમે તમારા WhatsApp લોગોને ગોલ્ડન બનાવી શકો છો.

WhatsApp આઇકોનને ગોલ્ડમાં બદલો

સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં Nova Launcher હોવું જરૂરી છે. તમે તેને અહીં Google Apps પર ડાઉનલોડ કરી શકો છો.

– ત્યારપછી તમે આ એપ ઓપન કરો અને તમારા મોબાઈલ ડિવાઈસ પર તમારી પસંદની સ્ટાઈલ પસંદ કરો.

– એકવાર તમે સ્ટાઈલ પસંદ કરી લો તે પછી તમારે ગોલ્ડન WhatsApp આઇકોનની ઈમેજીસ શોધવાની રહેશે.

– તમને સૌથી વધુ ગમતી ઇમેજ ડાઉનલોડ કરો.

– હવે માત્ર બે સેકન્ડ માટે WhatsApp આઇકોન પર ટેપ કરો.

– તે પછી ફ્લોટિંગ વિન્ડોમાં એક પ્રકારની પેન્સિલ દેખાશે.

– હવે તેના પર ટેપ કરો અને હવે તમારે Apps અને Photos પર જઈને ગોલ્ડન WhatsApp લોગો પસંદ કરવો પડશે.

– યાદ રાખો કે WhatsApp આઇકોન પારદર્શક PNG ફોર્મેટમાં હોવું જોઈએ.

– Done પર ક્લિક કરો અને નવા વર્ષ 2022ને આવકારવા માટે તમારી પાસે તમારા સેલ ફોન પર સોનેરી Whatsapp લોગો અથવા આઇકોન હશે. આ રીતે તમે તમારા સેલ ફોન પર WhatsApp લોગોને ગોલ્ડન કરી શકો છો.

આ પણ વાંચો – 83 અમૂલ ડૂડલ / અમૂલ એ રણવીર સિંહની ફિલ્મ 83ને સમર્પિત કર્યું ડૂડલ, ફોટો જોઈને ચાહકો પણ થશે ખુશ