Not Set/ ઇસરો પહેલી વાર ખાનગી કંપનીઓની મદદથી તૈયાર થયેલા પ્રથમ સેટેલાઇટને લોન્ચ કરશે

અંતરિક્ષ ક્ષેત્રે કામ કરી રહેલી ભારતીય કંપનીઓ માટે ગુરુવારનો દિવસ મહત્ત્વનો છે. કેમ કે ઇસરો પહેલી વાર ખાનગી કંપનીઓની મદદથી તૈયાર થયેલા પ્રથમ સેટેલાઇટને લોન્ચ કરવા જઈ રહી છે. ઉપગ્રહનું નામ આઈ.આર.એન.એસ.એસ.- ૧ એચ છે.ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો આઠમો ઉપગ્રહ છે.1425 કિગ્રા વજનનો ઉપગ્રહ આઇઆરએનએસએસ-1નું સ્થાન લેશે. જૂના ઉપગ્રહની પરમાણુ ઘડિયાળ કામ કરતી અટકી […]

World Tech & Auto
vlcsnap error127 ઇસરો પહેલી વાર ખાનગી કંપનીઓની મદદથી તૈયાર થયેલા પ્રથમ સેટેલાઇટને લોન્ચ કરશે

અંતરિક્ષ ક્ષેત્રે કામ કરી રહેલી ભારતીય કંપનીઓ માટે ગુરુવારનો દિવસ મહત્ત્વનો છે. કેમ કે ઇસરો પહેલી વાર ખાનગી કંપનીઓની મદદથી તૈયાર થયેલા પ્રથમ સેટેલાઇટને લોન્ચ કરવા જઈ રહી છે. ઉપગ્રહનું નામ આઈ.આર.એન.એસ.એસ.- ૧ એચ છે.ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો આઠમો ઉપગ્રહ છે.1425 કિગ્રા વજનનો ઉપગ્રહ આઇઆરએનએસએસ-1નું સ્થાન લેશે. જૂના ઉપગ્રહની પરમાણુ ઘડિયાળ કામ કરતી અટકી ગઈ છે.શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રમાંથી સાંજે 6.59 વાગ્યે ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવશે. ઉપગ્રહ પીએસએલવી-સી-39 રૉકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં તરતો મુકાશે.નેવિગેશન ઉપગ્રહની મદદથી ભારત પોતાની ચારે દિશામાં 1500 કિમી વિસ્તાર પર નજર રાખી શકે છે. માટે 25-30 ઉપગ્રહની જરૂર છે. ઉપગ્રહ નિર્માણનું કામ ઝડપી થાય માટે ખાનગી કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે. દેશવિદેશના ગ્રાહકોની ડિમાન્ડ પૂરી કરવા માટે પણ ખાનગી કંપનીઓને સામેલ કરવામાં આવી છે.ઇસરોના જણાવ્યા પ્રમાણે પહેલીવાર ખાનગી કંપનીઓ સાથે સહકાર સાધવામાં આવ્યો છે. આઇઆરએનએસએસ-1 એચના નિર્માણમાં ખાનગી કંપનીઓનો 25 ટકા હિસ્સો છે.