Not Set/ મુંબઈ થયું જળબંબાકાર, રેલ્વે દ્વારા આ ટ્રેનો કરવામાં આવી રદ્દ

મેધરાજાએ મુંબઈ સહિત સમ્રગ મહારાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. દેશભરમાં ચોમાસાની અંતિમ વિદાય ગણવામાં આવી રહી છે, ત્યારે મંગળવારે થયેલા ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર થઇ ગયું છે. ભારે વરસાદના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. સમ્રગ મુંબઈમાં અનેક જગ્યાએ જલભરાવના કારણે અમદાવાદ આવતો રેલવે વ્યવહાર પણ ખોરવાઇ ગયો છે. વેસ્ટર્ન રેલવેની 5 ટ્રેનો રદ કરી […]

India
maxresdefault 4 1 મુંબઈ થયું જળબંબાકાર, રેલ્વે દ્વારા આ ટ્રેનો કરવામાં આવી રદ્દ

મેધરાજાએ મુંબઈ સહિત સમ્રગ મહારાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. દેશભરમાં ચોમાસાની અંતિમ વિદાય ગણવામાં આવી રહી છે, ત્યારે મંગળવારે થયેલા ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર થઇ ગયું છે. ભારે વરસાદના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. સમ્રગ મુંબઈમાં અનેક જગ્યાએ જલભરાવના કારણે અમદાવાદ આવતો રેલવે વ્યવહાર પણ ખોરવાઇ ગયો છે. વેસ્ટર્ન રેલવેની 5 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જયારે સેન્ટ્રલ રેલવેની પણ 6 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને 2 ડાયવર્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ 56 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.

download 36 1 મુંબઈ થયું જળબંબાકાર, રેલ્વે દ્વારા આ ટ્રેનો કરવામાં આવી રદ્દ

વેસ્ટર્ન રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ટ્રેનો :

  • મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
  • અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ
  • મુંબઈ-પોરબંદર એક્સપ્રેસ
  • મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન અમદાવાદથી ભરૂચ સુધી જશે અને ત્યાંથી કેન્સલ)
                          images 25 1 મુંબઈ થયું જળબંબાકાર, રેલ્વે દ્વારા આ ટ્રેનો કરવામાં આવી રદ્દ

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની તેમજ હાઈ ટાઇડની પણ આગાહી કરવામાં આવી છે. વરસાદનું જોર યથાવત રહ્યું હોઈ અનેક ગામોને સતર્ક રહેવા જણાવાયું છે. સ્કૂલો-કોલેજોમાંમાં વરસાદને કારણે રજા આપવામાં આવી છે.