Not Set/ રાજ્યસભા માટે હાલની સરકારની પસંદ છે આ નવા ૪ ચહેરા – જાણો એમની ખાસિયત

નવી દિલ્હી, દેશની ચાર જાનીમાની હસ્તિઓના નામ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના ઉપલાગૃહ માટે નોમિનેટ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા ખેડૂત નેતા રામ શકલ, લેખક અને ભાજપના નેતા રાકેશ સિન્હા, શિલ્પીકાર રઘુનાથ મહાપાત્ર અને ક્લાસિકલ ડાંસર સોનલ માનસિંહનું નામ શામેલ છે. બીજી બાજુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇ આ પગલું ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. તેમજ રાષ્ટ્રપતિ દ્વારા એ સમયમાં આ ચાર […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશની ચાર જાનીમાની હસ્તિઓના નામ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના ઉપલાગૃહ માટે નોમિનેટ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા ખેડૂત નેતા રામ શકલ, લેખક અને ભાજપના નેતા રાકેશ સિન્હા, શિલ્પીકાર રઘુનાથ મહાપાત્ર અને ક્લાસિકલ ડાંસર સોનલ માનસિંહનું નામ શામેલ છે.

બીજી બાજુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇ આ પગલું ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. તેમજ રાષ્ટ્રપતિ દ્વારા એ સમયમાં આ ચાર સભ્યોને નોમિનેટ કર્યા છે જયારે રાજ્યસભામાં ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થવાની છે. આ કારણે સંસદના ઉપલાગૃહમાં સરકારના સાંસદોની સંખ્યામાં પણ વધારો થશે.

જાણો, વર્તમાન કેન્દ્ર સરકારની પસંદ એવા આ નવા ૪ ચહેરાઓની શું છે પસંદ :

રાકેશ સિન્હા :

૫૩ વર્ષીય રાકેશ સિન્હા સંઘના વિચારક છે અને સોશિયલ મીડિયા પર બીજેપી અને સંઘનો પક્ષ રાખવા માટે ઓળખાય છે. તેઓ દિલ્હીના વિચાર સમૂહ ‘ ઇન્ડિયા પોલીસી ફાઉન્ડેશન ‘ના સંસ્થાપક અને નિયામક છે. દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં મોતીલાલ નહેરુ કોલેજમાં પ્રોફેસર છે ઉપરાંત ભારતીય સામાજિક વિજ્ઞાન શોધ સંસ્થાનના સદસ્ય છે.

તેઓ નિયમિત સમાચારપત્રોમાં લેખ લખે છે. રાકેશ સિન્હાએ સંઘના સંસ્થાપક ડો. હેડગેવારની જીવનકથા લખી છે જે ભારત સરકારના પ્રકાશન વિભાગે પ્રકાશિત કરી છે. રાકેશ સિન્હાએ લખેલી બુક ‘ રાજનીતિક પત્રકારિકા’ ઘણી લોકપ્રિય થઇ છે. ૨૦૧૧માં એમણે કોટા યુનિવર્સીટીમાંથી પીએચડી કર્યું છે. આ ઉપરાંત તેઓ હિન્દુ કોલેજમાં પોલીટીકલ સાઈન્સમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે.

રામ શકલ સિહ :

એક ખેડૂત નેતા તરીકે આ નેતાએ ખેડૂતો, મજુરોના કલ્યાણ માટે કામ કર્યું છે. ઉતર પ્રદેશના રામ શકલ ૫૫ વર્ષના છે અને એમણે દલિત સમાજના કલ્યાણ માટે અને વિકાસ માટે કામ કર્યું છે. તેઓ ૩ વાર સાંસદ રહી ચુક્યા છે. યુપીના રાબ્ટર્સગંજનું નેતૃત્વ કર્યું હતું. ગોરખપુર યુનિવર્સીટીથી એમણે પોલીટીકલ સાઈન્સ ની માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરેલી છે.

રઘુનાથ મહાપાત્ર :

મૂર્તિકાર રઘુનાથ મહાપાત્રાનું પારંપારિક સ્થાપત્ય અને ધરોહરના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન છે. એમણે જગન્નાથ મંદિર, પુરીના સૌંદર્યકરણના કાર્યમાં ભાગ લીધો હતો. એમના પ્રખ્યાત કામોમાં સંસદમાં સેન્ટ્રલ હોલમાં રહેલી ૬ ફૂટ લાંબી ભગવાન સૂર્યની મૂર્તિ અને પેરિસના બુદ્ધ મંદિરમાં લાકડામાંથી બનાવેલા બુદ્ધનું નામ શામેલ છે. તેઓ દેશના ઉચ્ચ સન્માન પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ થી સન્માનિત છે. ૭૫ વર્ષના આ મુર્તિકાર તેમની મુર્તિકારી માટે માત્ર ભારત દેશ પુરતી સીમિત નથી, તેઓ વિદેશમાં પણ ઘણા પ્રખ્યાત છે.

સોનલ માનસિહ :

૩૦ એપ્રિલ ૧૯૪૪માં મુંબઈમાં જન્મેલી સોનલ માનસિહ ફેમસ ભરતનાટ્યમ અને ઓડીસી નૃત્યકાર છે. ૪ વર્ષની ઉમરે તેઓ પોતાની મોટી બહેન સાથે મણીપુર નૃત્ય શીખતા, ત્યારબાદ ૭ વર્ષની ઉમરે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું. ૧૮ વર્ષની ઉમરે પોતાના પરિવારને કહી દીધું કે, એમને માત્ર નૃત્ય જ કરવું છે અને આ વાત સાંભળીને ઘરના લોકો નારાજ થઇ ગયા. છતાં એમણે હિમત ન હારી અને ૧૯૬૩મા પોતાનું ઘર છોડીને પોતાના ગુરુ પાસે જતા રહ્યા અને એમની લગન અને મહેનત થી એમણે ખુબ નામ કમાયું. હાલની સરકારના સ્વચ્છ ભારત અભિયાન માટે જે નવ રત્નોને પસંદ કરવામાં આવ્યા હતા એમાં એક સોનલ માનસિહ પણ છે. તેઓ એક જાણીતા નૃત્યકાર છે અને તેઓ પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને સંગીત નાટક અકાદમી દ્વારા નવાજવામાં આવ્યા છે.