Not Set/ ટ્રેનમાં ચા-કોફી માટે ટોયલેટના પાણીનો થતો હતો ઉપયોગ, તપાસ બાદ રેલ્વેએ ફટકાર્યો ૧ લાખ રૂપિયાનો દંડ

હૈદરાબાદ, ભારતીય રેલ્વેમાં આડે દિન થતી લાપરવાહી અને ભ્રષ્ટાચારના કારણે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે ત્યારે હવે રેલ્વે વધુ એકવાર પોતાના કામકાજના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ટ્રેનમાં મુસાફર યાત્રીઓને આપવામાં આવતા ચા અને કોફી માટે ટોયલેટના પાણીનો ઉપયોગ કરાયા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જો કે ત્યારબાદ આ વિડીયો અંગે ભારતીય […]

India

હૈદરાબાદ,

ભારતીય રેલ્વેમાં આડે દિન થતી લાપરવાહી અને ભ્રષ્ટાચારના કારણે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે ત્યારે હવે રેલ્વે વધુ એકવાર પોતાના કામકાજના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ટ્રેનમાં મુસાફર યાત્રીઓને આપવામાં આવતા ચા અને કોફી માટે ટોયલેટના પાણીનો ઉપયોગ કરાયા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જો કે ત્યારબાદ આ વિડીયો અંગે ભારતીય રેલ્વેના કામકાજ અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.

હકીકતમાં, સોશિયલ મીડિયામાં ઝડપથી એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં ટ્રેનમાં ચા, કોફીની સપ્લાઈ કરવાવાળા વેન્ડર ટ્રેનના ટોયલેટમાંથી પાણી લઇ રહેતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો બનાવનાર આ યાત્રી વેન્ડરને સવાલ કરતો હોય છે અને તેને કેનને બહાર લઇ જવા માટે કહેતો હોય છે.

જો કે આ વિડીયો વાઈરલ થયા બાદ રેલ્વે વિભાગ દ્વારા પણ આ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ વાઈરલ વિડીયોને યોગ્ય માનતા જવાબદાર કોન્ટ્રાક્ટરને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ભારતીય રેલ્વે દ્વારા આ વિડીયો અંગે પૃષ્ટિ કરતા જણાવવામાં આવ્યું, “આ વિડીયો સાઉથ સેન્ટ્રલ રેલ્વેના સિકંદરાબાદ ક્ષેત્રમાં ડિસેમ્બર, ૨૦૧૭નો છે. ત્યારબાદ રેલ્વે દ્વારા કરાયલી તપાસ પછી કોન્ટ્રાક્ટર પી. શિવપ્રસાદને દંડ પણ ફટકાર્યો છે”.

આ ઉપરાંત રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “બે વેન્ડર્સ સ્ટેશન પર ઉભા છે, તેઓની સાથે કેટલાક અન્ય અનધિકૃત વેન્ડરોને રેલ્વે છેલ્લા કેટલાક મહિનાઓમાં કાઢી ચુક્યું છે”.