Not Set/ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પરિષદમાંથી બહાર થયું અમેરિકા

વોશિંગ્ટન, અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પરિષદમાંથી બહાર થઇ જવાનું એલાન કરવામાં આવ્યું છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને યુએનમાં અમેરિકાના દૂત નિકી હેલીએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા પોતાના બહાર થવા અંગેની ઘોષણા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના દૂત નિકી હેલીએ કહ્યું, “અમેરિકા યુએન માનવઅધિકાર પરિષદમાંથી બહાર થઇ રહ્યું છે”. US Ambassador […]

World

વોશિંગ્ટન,

અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પરિષદમાંથી બહાર થઇ જવાનું એલાન કરવામાં આવ્યું છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને યુએનમાં અમેરિકાના દૂત નિકી હેલીએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા પોતાના બહાર થવા અંગેની ઘોષણા કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના દૂત નિકી હેલીએ કહ્યું, “અમેરિકા યુએન માનવઅધિકાર પરિષદમાંથી બહાર થઇ રહ્યું છે”.

છેલ્લા કેટલાક સમયથી સંયુક્ત રાષ્ટ્રના માનવઅધિકાર પરિષદમાં સુધારા ન થવાના કારણે અમેરિકા દ્વારા લાંબા સમયથી ધમકીઓ આપવામાં આવતી હતી. યુએનના માનવઅધિકાર પરિષદને લઇ અમેરિકાનો આરોપ છે કે, ૪૭ સભ્યોની આ પરિષદમાં ઇઝરાયેલ વિરોધી છે.

છેલ્લા ત્રણ વર્ષથી માનવઅધિકાર પરિષદનું સભ્ય છે અમેરિકા

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા ત્રણ વર્ષથી સંયુક્ત રાષ્ટ્રના માનવઅધિકાર પરિષદનું સભ્ય છે. આ પરિષદમાં વર્તમાનમાં અમેરિકાનું દોઢ વર્ષ પૂર્ણ થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં માહિતી સામે આવી હતી કે, આ પરિષદમાં સુધારાઓ પર પરસ્પર સહમતી બની ન હતી અને અમેરિકાની માંગોને માનવામાં આવી ન હતી. ત્યારથી જ આ ખબરો આવી હતી કે અમેરિકા આ પરિષદમાંથી હટી શકે છે.

જ્યોર્જ ડબ્લ્યુ બુશના કાર્યકાળ દરમિયાન પણ કરવામાં આવ્યો હતો બહિષ્કાર

આ પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશના કાર્યકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી માનવઅધિકાર પરિષદનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ બરાક ઓબામાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ૨૦૦૯માં આ પરિષદમાં ફરીથી શામેલ થયું હતું.