ઉન્નાવ,
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં સામે આવેલી ગેંગરેપની ઘટના બાદ દેશભરના લોકોમાં રોશની લાગણી જોવા મળી રહી છે. આ ચકચારી ઘટના ૨૬૦ દિવસ પછી પ્રકાશમાં આવ્યા બાદ પણ આરોપી ભાજપના MLA કુલદીપ સેંગરની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના MLA પર ગેંગરેપ, પીડિતાના પિતાની હત્યા તેમજ તેઓના પરીવારને ધમકાવાનો આરોપ પીડિતા દ્વારા લગાવવામાં આવી ચુક્યો છે. ત્યારે આ મામલે પીડિતાના કાકાએ આરોપી સેંગર પર વધુ એક આરોપ લગાવ્યો છે.
ઉન્નાવ ગેંગરેપની ઘટનામાં હવે આ ગામના લોકો ગાયબ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે વધુમાં જણાવતા ભાજપના MLA પર ગેંગરેપનો આરોપ લગાવનાર પીડિતાના કાકાએ જણાવ્યું હતું કે, “mlaના ગુંડાઓ ગામમાં લોકોને ધમકાવી રહ્યા છે. આ આરોપી ધારસભ્યનો ભાઈ અતુલ સિંહ જેલમાં બેઠા બેઠા જ પોતાના લોકોને ગામના વ્યક્તિઓને ધમકાવવા માટે આદેશ આપી રહ્યો છે. ગામના લોકોને તેઓ કઈ પણ બોલવા પર અંજામ ભોગવવા માટેની ધમકી આપી રહ્યા છે”
Some goons of Kuldeep Sengar (accused BJP MLA) are threatening villagers to keep quiet. Yesterday they went there in two cars and threatened them to keep quiet or leave the village.Two people are missing: Uncle of #UnnaoCase victim pic.twitter.com/CXOuB65ObE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2018
પીડિતાના કાકાએ આરોપી mla પર આરોપ લગાવતા જણાવ્યું, “શનિવારના રોજ આરોપી mla કુલદીપ સિંહના લોકો બે ગાડીઓ લઈને ગામમાં પહોંચ્યા હતા અને ગામવાળાઓને ધમકી આપી હતી.
ઉન્નાવ ગેંગરેપની પીડિતાની માતાએ પોલીસ સમક્ષ નોધાવેલી ફરિયાદમાં આરોપ મૂકયો છે કે, “શશિ સિંહ નામની આ મહિલા લાલચ આપીને તેની દીકરીને ધારાસભ્યના ઘરે લઇ ગઇ હતી. જ્યાં bjpના ધારાસભ્યએ તેની સાથે કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું”.
આ ઉપરાંત પીડિતાની માતાએ ફરિયાદમાં આરોપ મુક્યો છે કે, “જ્યારે ધારાસભ્ય સેંગર તેની દીકરી પર દુષ્કર્મ આચરી રહ્યો હતો ત્યારે આ મહિલા ગાર્ડ બનીને રૂમની બહાર ઉભી રહી હતી”.
મહત્વનું છે કે, અલ્હાબાદ હાઇકોર્ટની ફટકાર બાદ ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના mla સેંગરને પૂછપરચ્છ માટે સાત દિવસના રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. એક સ્થાનિક કોર્ટે સેંગરને ૨૮ એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો અને ત્યારબાદ તેઓને કસ્ટડીમાં મોકલવાની CBIની અપીલને મંજૂરી આપી હતી.
સીબીઆઈએ સેંગરને રિમાન્ડ પર લેવાની અરજીમાં કહ્યું કે, આરોપી ધારાસભ્ય સત્તારૂઢ પક્ષના હોવાથી તેઓ દ્વારા મૌખિક અને દસ્તાવેજી પુરાવાને પ્રભાવિત કરવાની આશંકા છે. સીબીઆઈ આ કેસમાં શશિ સિંહ નામની એક મહિલાની પણ ધરપકડ કરી છે. આ મહિલા પર ઘટનાના દિવસે પીડિતાને ભાજપના ધારાસભ્ય પાસે લઇ જવાનો આરોપ છે.
