Not Set/ ઝાંસીની હોસ્પિટલમાં ડોક્ટરના કસાઈવાળા જોઈ તમે પણ રહી જશો દંગ, જુઓ

ઝાંસી, સમાજમાં એક ડોક્ટરની ગણના ભગવાન સમક્ષ કરવામાં આવતી હોય છે કારણ કે તે માંદગીથી પીડાતા દર્દીઓને એક નવું જીવન આપે છે. પરંતુ ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક એવી શરમજનક ઘટના સામે આવી છે જેમાં ડોક્ટર એક કસાઈની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ડોક્ટરના આ કસાઈવાળા જોઈ તમે પણ ચોકી શકો છો. #UttarPradesh: Attendants of a patient […]

India
ઝ ઝાંસીની હોસ્પિટલમાં ડોક્ટરના કસાઈવાળા જોઈ તમે પણ રહી જશો દંગ, જુઓ

ઝાંસી,

સમાજમાં એક ડોક્ટરની ગણના ભગવાન સમક્ષ કરવામાં આવતી હોય છે કારણ કે તે માંદગીથી પીડાતા દર્દીઓને એક નવું જીવન આપે છે. પરંતુ ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક એવી શરમજનક ઘટના સામે આવી છે જેમાં ડોક્ટર એક કસાઈની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ડોક્ટરના આ કસાઈવાળા જોઈ તમે પણ ચોકી શકો છો.

હકીકતમાં, યુપીના ઝાંસીમાં ઈટાયલ ગામમાંથી એક સ્કૂલ બસ બાળકોને લઇ મઉરાનીપુર જઇ રહી હતી. ત્યારે રસ્તામાં આવતા ટ્રેકટરને બચાવતા જતા કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસના ક્લીનર ઘનશ્યામ સહિત ૬ લોકો ઘાયલ થયા હતા.

ઘાયલ થયા બાદ કલીનરની હાલત નાજુક હોવાના કારણે તેને નજીકની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટર દ્વારા પ્રારંભિક તબ્બકે ક્લીનરની સારવાર દરમિયાન તેનો એક પગ બચાવી શકયા નહીં અને ડાબો પગ કાપવો પડ્યો. પરંતુ ત્યારબાદ આ મેડિકલ કોલેજના ડોક્ટર દ્વારા જે કરતૂત કરવામાં આવી તમે દંગ બની જશો.

ક્લીનર ઘનશ્યામની ઈજા બાદ જે ડાબો પગ કાપવામાં આવ્યો હતો તેને જ ડોક્ટરોએ ઘનશ્યામના માથાનો તકિયો બનાવી દીધો હતો. જો કે ત્યારબાદ આ કલીનરના પરિવારજનોને ઘટનાની જાણ થયા બાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા આ તસવીર જોઇ ગભરાઇ ગયા હતા. તેઓએ ડૉકટર્સને પગ હટાવા માટે કહ્યું, પરંતુ ડૉકટરો આ પગ હટાવવાના બદલે બેદરકાર જણાય હતા.

જો કે આ ઘટનાની અંગેનો વિડીયો વાઇરલ થતા મેડિકલ મેનેજમેન્ટ સફાળું જાગ્યું હતું અને તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી કરતા બે ડૉકટર્સ અને બે નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.