Not Set/ મહારાષ્ટ્રના CMOમાં દરરોજ કેટલા કપ ચા પીવાય છે તે આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

મુંબઈ, દેશના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા મહેમાનો કે અન્ય સ્ટાફ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્ર સરકારના CMOમાં દરરોજ જે ચા પીવાય છે તેના આંકડાઓ જાણીને તમે પણ ચોકી જશો. મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા બુધવારે વર્તમાન સરકાર પર આરોપો લગાવ્યા હતા કે, “મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)માં દરરોજ […]

India

મુંબઈ,

દેશના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા મહેમાનો કે અન્ય સ્ટાફ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્ર સરકારના CMOમાં દરરોજ જે ચા પીવાય છે તેના આંકડાઓ જાણીને તમે પણ ચોકી જશો.

મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા બુધવારે વર્તમાન સરકાર પર આરોપો લગાવ્યા હતા કે, “મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)માં દરરોજ ૧૮,૫૦૦ કપ ચાનો ઉપયોગ થાય છે”.

હકીકતમાં મહારાષ્ટ્રની વર્તમાન બીજેપી સરકાર પર હવે ઉંદર ગોટાળા બાદ ચા ગોટાળાના આરોપો સામે આવી રહ્યા છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમેં RTI દ્વારા જાહેર કરાયેલા આંકડાઓના ભાગરૂપે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં સીએમઓમાં ચાના ઉપયોગના ખર્ચમાં ભારે વધારો સામે આવ્યો છે.

તેઓએ જણાવ્યું હતું કે, સીએમઓમાં ચા પર થયેલા ખર્ચના આંકડાઓ ચોકાવનારા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં દરરોજ ૧૮,૫૯૧ કપ ચાનો ઉપયોગ થાય છે. આ કેવી રીતે સંભવ છે ?.

તેઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર સવાલો ઉભા કરતા પૂછ્યું હતું કે, “સીએમ કયા પ્રકારની ચા પીવે છે, કારણ કે મેં તો માત્ર ગ્રીન ટી, યલ્લો ટી જેવા જ નામ સંભાળ્યા છે”.

ફડણવીસ સરકાર પર આરોપો લગાવતા તેઓએ કહ્યું, “લાગે છે સીએમ અને સીએમઓ આટલું મોટું બીલ બનાવવા માટે કોઈક સ્પેશિયલ વધુ ખર્ચવાળી ગોલ્ડન ટીનો યુઝ કરતા હતા. પરંતુ અચરજ વાત એ છે કે, રાજ્યમાં દરરોજ ખેડૂતો મૃત્યુ પામી રહ્યા છે અને સીએમઓ ચા પર કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહ્યું છે.

મહત્વનું છે કે, આરટીઆઈ દ્વારા જાહેર કરવામાં આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૧૭-૧૮માં સીએમઓમાં ૩,૩૪,૬૪,૯૦૪ રૂપિયાની ચા પીવામાં આવી હતી જયારે આ આ જ આંકડો વર્ષ ૨૦૧૫-૧૬માં ૫૭,૯૯,૧૫૦ રૂપિયા હતો.

આ આરોપો ઉપરાંત નિરુપમ દ્વારા ઉંદર ગોટાળા પર પણ સવાલો ઉભા કરતા જણાવ્યું, શું મંત્રાલયના ઉંદર જ ચા પીવે છે ?

નિરુપમનો આ ઈશારો પૂર્વ મંત્રી એકનાથ ખડગેના નિવેદન તરફ હતો. ઉલ્લેખનીય છે કે, ખડગેએ માત્ર એક અઠવાડિયામાં મંત્રાલયના ૩,૧૯,૪૦૦ ઉંદરો મારવાનો દાવો કર્યો હતો.

જો કે ત્યારબાદ આ મામલો વધુ ચર્ચાતા રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, મંત્રાલયમાં ઉંદરોને મારવા માટે ૩,૧૯,૪૦૦ કીટનાશક દવાનો ઉપયોગ  કરવાની બાબતમાં એકનાથ ખડગેએ કહ્યું હતું.