Not Set/ પાકિસ્તાન પહોંચતા જ થશે નવાઝ-મરિયમની ધરપકડ, પત્નીને અલ્લાહના ભરોસે છોડી વતન પરત ફરી રહ્યો છું: શરીફ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ આજ અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી ગયા છે. એક ન્યુઝ એજન્સી પ્રમાણે તેમણે ઇસ્લામાબાદ લઇ જવામાં આવશે કે પછી લાહોર, પરંતુ પાકિસ્તાનના મીડિયા પ્રમાણે નવાઝ અને મરિયમને સાંજે 6.15 મિનિટ પર લાહોરમાં લઇ જવામાં આવશે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બન્નેની ધરપકડ અબુધાબી એરપોર્ટ […]

Top Stories World Trending Videos
bhavnagar 7 પાકિસ્તાન પહોંચતા જ થશે નવાઝ-મરિયમની ધરપકડ, પત્નીને અલ્લાહના ભરોસે છોડી વતન પરત ફરી રહ્યો છું: શરીફ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ આજ અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી ગયા છે. એક ન્યુઝ એજન્સી પ્રમાણે તેમણે ઇસ્લામાબાદ લઇ જવામાં આવશે કે પછી લાહોર, પરંતુ પાકિસ્તાનના મીડિયા પ્રમાણે નવાઝ અને મરિયમને સાંજે 6.15 મિનિટ પર લાહોરમાં લઇ જવામાં આવશે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બન્નેની ધરપકડ અબુધાબી એરપોર્ટ પર જ કરવામાં આવશે.

નવાઝ અને મરિયમમે રાવલપિંડીની આદીયાલા જેલમાં લઇ જવામાં આવશે. આદીયાલા જેલ રાવલપિંડીની સેન્ટ્રલ જેલ છે. આ 1970-80ના દશકમાં જનરલ મુહમ્મદ જિયા ઉલ હકના સૈન્ય શાસન દરમિયાન બનાવવામાં આવી હતી.

અબુધાબી રવાના થવાના સમયે ફ્લાઈટમાં મરિયમ નવાઝે પોતાના ટ્વીટર હેન્ડલ પર નવાઝ શરીફનો એક વિડીયો શેર કર્યો જેમાં દેશ અને પાર્ટીના કાર્યકર્તાઓ નામે એક સંદેશ આપ્યો.

લંડનથી નીકળ્યા પહેલા મરિયમે, ટ્વીટર પર કેટલીક તસ્વીરો શેર કરી હતી. એક તસ્વીરમાં કુલસૂમ નવાઝ પાસેથી વિદાય લેતા જોવા મળી રહ્યા છે, જે લંડનની એક હોસ્પિટલમાં એડમિટ છે.

પત્નીને અલ્લાહના ભરોસે છોડી વતન પરત ફરી રહ્યો છું: શરીફ
પોતાની દીકરી મરિયમ નવાઝની સાથે સંવાદદાતોઓને સંબોધિત કરતાં સમયે પીએમએલ-એન પ્રમુખે કહ્યું હતું કે તેઓ તેમની પત્નીને ફરીથી આંખો ખોલેલી જોવા માંગે છે અને રાષ્ટ્ર ને તેઓ જલદીથી સ્વસ્થ થાય તેના માટે દુઆ કરવાનું અનુરોધ કર્યો.

પનામા પેપર લીક બાદ તેમની વિરુદ્ધ ચાલી રહેલ ભ્રષ્ટાચારના ત્રણ મામલામાં એકમાં (એવેનફિલ્ડ સંપત્તિનો મામલો) તેમને હમણાં જ એક ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે 10 વર્ષની કેદની સજા સંભળાવી છે.

પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝને ભ્રષ્ટાચારમાં દોષી માન્યા છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને એવનફિલ્ડ રેફરન્સ કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે, જ્યારે તેમની પુત્રી મરિયમને 7 વર્ષની સજા ફટકારી છે.