Summons/ કરણ જોહરને એનસીબીનું સમન્સ, ડ્રગ્સ આ રેકેટમાં પૂછપરછ

એનસીબીએ કરણ જોહરને ગઈકાલે સમન્સ પાઠવ્યું હોવાના સમાચાર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે આ કેસમાં  જોહરને ખુદ એનસીબી સમક્ષ હાજર થવાની જરૂર નથી. તેઓ કોઈપણ

India Entertainment
karan

એનસીબીએ કરણ જોહરને ગઈકાલે સમન્સ પાઠવ્યું હોવાના સમાચાર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે આ કેસમાં  જોહરને ખુદ એનસીબી સમક્ષ હાજર થવાની જરૂર નથી. તેઓ કોઈપણ પ્રતિનિધિને મોકલી શકે છે. અને 18 તારીખ સુધીમાં જવાબ મોકલવાનો રહેશે. કરણ જોહરને જુલાઈ 2019માં તેમના ઘરે રાખવામાં આવેલી પાર્ટીને શૂટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસની વિગતો આપવા કહેવામાં આવ્યું છે. કરણ જોહરને સમન્સ બુધવારે મોકલવામાં આવ્યું છે.એનસીપીનો સમન્સ મોકલવા પાછળનો હેતુ 2019ની પાર્ટી સાથે સંબંધિત તમામ રેકોર્ડ કરવાનો છે.

Karan Johar pursuing legal action against online trolls after threats of physical harm, abuse to his children and mother

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ બાદ બોલિવૂડના ડ્ર્ગ્સ કનેક્શન સામે આવ્યા હતા. આ વખતે કરણ જોહરના ઘરે આયોજન કરાયેલી એક પાર્ટીનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.એનસીબી એ આ વીડિયોને સાચો બતાવ્યો હતો. કરણ જોહરે પોતે વીડિયો શૂટ કર્યો હોવાનું કહેવાય છે અને આ વીડિયોમાં મલાઈકા અરોરા, રણબીર કપૂર, વિકી કૌશલ, વરુણ ધવન, શકુન બત્રા, ઝોયા અખ્તર, અર્જુન કપૂર, અયાન મુખર્જી, દીપિકા પાદુકોણ અને કાર્તિક આર્યન જેવા સ્ટાર્સ હતા.

Netizens demand #ArrestSSRKillers, troll Karan Johar on return to Twitter | Hindi Movie News - Times of India

આ વીડિયો જાહેર થયા બાદ એનસીબી કરણ જોહર અથવા વીડિયોમાં દેખાતા સ્ટાર્સ પર કાયદેસર કાર્યવાહી કરશે કે નહીં તે અંગે લોકોમાં પ્રશ્નાર્થ સર્જાયો હતો. તેમજ આ વીડિયો સામે આવ્યા બાદ અકાલી દળના નેતા મંજિંદર સિંહ સિરસાએ એનસીબીને ફરિયાદ કરી હતી. મંજિંદર સિંહ સિરસાએ કરણ જોહરને બોલિવૂડ ડ્રગ કાર્ટેલના કિંગ ગણાવ્યો હતો. તે ખુદને કાયદાથી ઉપર સમજે છે તેવું પણ કહ્યું હતું.
જોકે કરણ જોહરે એક નિવેદનમાં સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે કહ્યું કે હું ન તો હું ડ્રગ્સ લઉં છે અને ન તો તેનો પ્રચાર કરું છું. કરણ જોહરે કહ્યું હતું કે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે 28 જુલાઈ 2019 ના રોજ મારા ઘરે યોજાયેલી પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સના કેસમાં એનસીબીએ કરણ જોહરની કંપની ધર્મ પ્રોડક્શનના એક્ઝિક્યુટિવ નિર્માતા ક્ષિતિજ પ્રસાદની પણ ધરપકડ કરી હતી. ક્ષિતિજને કસ્ટડીમાં લીધા બાદ કરણ જોહરે નિવેદન આપ્યું હતું.

Karan Johar has new private Instagram account; THESE celebs follow it

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…