આર્થિક અનામત ચુકાદો/ NCP નેતા રેશ્મા પટેલે સુપ્રીમ કોર્ટના EWS ચુકાદાને આવકાર્યો,જાણો શું કહ્યું….

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપી રહી છે

Top Stories Gujarat
10 7 NCP નેતા રેશ્મા પટેલે સુપ્રીમ કોર્ટના EWS ચુકાદાને આવકાર્યો,જાણો શું કહ્યું....

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપી રહી છે. પાંચ ન્યાયાધીશોમાંથી ત્રણ ન્યાયાધીશોએ આર્થિક આધાર પર અનામતનું સમર્થન કર્યું છે. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. તેમણે વધુમાં કહ્યું કે 103મો સુધારો માન્ય છે.આ ચુકાદા બાદ એનસીપી  મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે આ ચુકાદા સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી ,તેમણે આ ચુકાદાનું સ્વાગત કર્યું હતું અને કહ્યું  જે આંદોલન થયું હતું તે સંઘર્ષના દિવસોનું આ પરિણામ તરીકે જોઇએ છે.  આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સ્વાગત કરૂ છું. આપણા સમાજમાં બહુ મોટાે વર્ગ કે જે આર્થિક રીતે પછાત છે તેમને લાભ થશે.