Not Set/ નીરજ ચોપરા 2021 માં ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનાર ખેલાડી બન્યો

રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગોલ્ડ મેડલ જીત્યા પહેલા નીરજના ફોલોઅર્સ 2.5 લાખ હતા

Sports

વર્ષ 2021 દરમિયાન જેવલિન થ્રોઅર એથ્લેટ નીરજ ચોપરા દેશ અને વિદેશમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. દેશમાં એક સેલિબ્રિટી તરીકે અને દુનિયામાં એથ્લેટિક્સ પ્લેયર તરીકે તેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને આ સાથે જ તેમની લોકપ્રિયતા ઝડપથી વધી હતી. માત્ર 23 વર્ષની ઉંમરમાં તેણે ઘણી સિદ્ધિઓ પોતાના નામે કરી લીધી છે.

નીરજ ચોપરા ઓલિમ્પિક્સ, નીરજ ચોપરા થ્રો, નીરજ ચોપરા ઓલિમ્પિક્સ 2021 અને નીરજ ચોપરા જેવેલીન ગૂગલ પર સર્ચ કરવામાં આવેલા ટોપ કીવર્ડ્સ હતા. લોકો નીરજના થ્રો વિશે જાણવા માંગતા હતા, જે ઓલિમ્પિકમાં 87.58 મીટર છે. નીરજ ચોપરા જેવલિનના નામથી પણ સર્ચ કર્યું. આ સાથે નીરજ ચોપરાનું નામ અન્ય 25 કીવર્ડ સાથે સર્ચ કરવામાં આવ્યું છે.

આ  પણ  વાંચો ;National / આ સરકારના ખરાબ દિવસો બહુ જલ્દી આવશે : જયા બચ્ચને સંસદમાં સરકારને આપ્યો શ્રાપ

રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગોલ્ડ મેડલ જીત્યા પહેલા નીરજના ફોલોઅર્સ 2.5 લાખ હતા જે પાંચ મહિનામાં વધીને 52 લાખ થઈ ગયા છે. ગોલ્ડ મેડલ જીત્યાના 24 કલાકમાં 1 મિલિયન ફોલોઅર્સ હતા. હાલમાં નીરજના ટ્વિટર પર સાત લાખથી વધુ ફોલોઅર્સ છે.

ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન આપવામાં આવ્યો હતો. પુણેમાં આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટનું નામ પણ નીરજના નામ પર રાખવામાં આવ્યું હતું. કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો અને વિવિધ જાહેરાત કંપનીઓનો ચહેરો બન્યો.

આ પણ વાંચો ;રાત્રિ કરફ્યુ / ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31 ડિસેમ્બર સુધી લંબાવાયો …..