ભારતીય ક્રિકેટ ટીમનાં ચાહકોને વર્ષનાં અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરનાં રોજ એક ખરાબ સમાચાર મળ્યા છે. ટીમ ઈન્ડિયાનાં ઝડપી બોલર ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાંથી આઉટ થઇ ગયો છે. મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ આશા હતી કે તેઓ કમ બેક કરશે. ગુરુવારે જાણ કરવામાં આવી હતી કે તે ઈજાનાં કારણે બાકીની બે મેચ રમી શકશે નહીં અને ભારત પરત ફરી રહ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની શ્રેણી દરમિયાન ભારતે બીજો અગ્રણી બોલર ગુમાવ્યો છે. અગાઉ મોહમ્મદ શમી પણ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ઉમેશ યાદવ અચાનક ઘાયલ થયો હતો અને ટી નટરાજનને બેક-અપ બોલર તરીકે સામેલ કર્યાનાં સમાચાર સામે આવી રહ્યા છે. ઉમેશ બુધવારે રાત્રે ભારત જવા રવાના થઇ ચુક્યો છે. એએનઆઈનાં એક સૂત્રએ કહ્યું છે કે, “તેના સ્કેનનો રિપોર્ટ સામે આવ્યો છે, તે ત્રીજી અને ચોથી મેચ રમી શકશે નહીં.” હવે, આવી સ્થિતિમાં, તેણે ઓસ્ટ્રેલિયામાં રહેવાનો કોઈ અર્થ નથી, તેથી તેઓ ભારત પાછા ફરે તે વધુ સારું છે. તે લિહાબ માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી જશે. ઉમેશ બુધવારે રાત્રે ભારત જવા રવાના થયો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ સિડનીમાં 7 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી રમાવાની છે. મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે યજમાનોને 8 વિકેટે પરાજિત કરી શ્રેણીમાં 1-1 ની બરાબરી મેળવી લીધી છે. સિડનીમાં કોરોના કેસ સામે આવ્યા હોવાથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બંને ટીમોનાં ખેલાડીઓને મેલબોર્ન રહેવા કહ્યું છે. 4 જાન્યુઆરીએ બંને ટીમો સિડની માટે રવાના થશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
