નીરજ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. જ્યારે પણ તે તેના કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરે છે, તે તરત જ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ ટ્વિટર પર તેણે ચા સાથે રોટલી માણતી પોતાની તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ છે. રસપ્રદ વાત એ છે કે મોટાભાગની છોકરીઓએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. એટલું જ નહીં, આમાંની ઘણી છોકરીઓએ તેને લગ્નનો પ્રસ્તાવ પણ આપ્યો છે.
https://twitter.com/Neeraj_chopra1/status/1439953601351143429?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1439964308687917061%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftrending%2Fgirls-mad-after-olympic-winner-neeraj-chopra-sending-marriage-proposals-on-social-media-334272.html
છોકરીઓ નીરજ પ્રત્યે એટલી પાગલ છે કે તેણે સોશિયલ મીડિયા પર જ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. નીરજની ટ્વિટર પોસ્ટ પર ટિપ્પણી કરતા રોશની નામના યુઝરે લખ્યું છે, ‘મારી સાથે લગ્ન કરો અને મારી ટેન્શનને પણ બાય-બાય કરી દો. તો, દેવયાની નામના યુઝરે નીરજની કેટલીક તસવીરો શેર કરી અને ટિપ્પણી કરી, ‘મને કુર્તામાં આ દેશી છોકરો ગમે છે’.
આ પણ વાંચો :રાજ કુન્દ્રા બે મહિના પછી જેલમાંથી છૂટ્યો, કહ્યું- મને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે…
આ સિવાય અદિતિ નામના યુઝરે નીરજને પૂછ્યું કે, શું તમે મારી સાથે ડેટ પર જશો ? અદિતિની આ ટિપ્પણી પર બીજી છોકરી તેની સાથે વિવાદ કરલા લાગે છે. અદિતિને જવાબ આપતા આ છોકરીએ લખ્યું છે, આવતા વર્ષે રાખડી બાંધવાની તૈયારી કરો. જે બાદ અદિતિએ પણ જવાબ આપ્યો અને લખ્યું, તે મારા પ્રિય છે. જો કે, આ લડાઈનો અંત પ્રેમાળ આવ્યો હતો.
આ પણ વાંચો ;જયારે શાહરૂખ ખાનને લીધે ગુલશન ગ્રોવરને ન મળ્યો હતો મોરોક્કનનો વિઝા
