Bollywood/ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની રોકા સેરેમનીનો વીડિયો થયો વાયરલ,જુઓ

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પોતાના ગીતને લઈને હંમેશા ચર્ચામાં રહેતી નેહા કક્કર આ દિવસોમાં તેના લગ્ન અને રાઇઝિંગ સ્ટાર ફેમ રોહનપ્રીત સિંહ

Entertainment
a 72 નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની રોકા સેરેમનીનો વીડિયો થયો વાયરલ,જુઓ

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પોતાના ગીતને લઈને હંમેશા ચર્ચામાં રહેતી નેહા કક્કર આ દિવસોમાં તેના લગ્ન અને રાઇઝિંગ સ્ટાર ફેમ રોહનપ્રીત સિંહ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેણે પોતાની રોકા સેરેમનીનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં નેહા કક્કર પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે જ રોહનપ્રીતે પણ મેચિંગ શેરવાની પહેરી છે. આ જોડી ખૂબ જ સુંદર લાગે છે. વીડિયોમાં નેહા અને રોહનપ્રીત પણ એક બીજાના હાથ પકડીને ઢોલ પર નાચતા જોવા મળી રહ્યા છે.

Instagram will load in the frontend.

 વીડિયો શેર કરતાં સિંગર નેહા કક્કરે લખ્યું કે, ‘નેહુ ધ બ્યાહ’નો વીડિયો આવતીકાલે રિલીઝ થશે, ત્યાં સુધી મારા ચાહકો માટે એક નાની ગિફ્ટ. આ અમારા રોકા સમારોહની એક ક્લિપ છે. હું રોહનપ્રીત અને તેના પરિવારને ખૂબ પ્રેમ કરું છું. ” આ સાથે, નેહા કક્કરે પણ આ ઇવેન્ટ રાખવા બદલ તેના માતાપિતાનો આભાર માન્યો છે. નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનો આ સુંદર વીડિયો પર ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

Instagram will load in the frontend.

બીજી બાજુ રોહનપ્રીતે નેહા કક્કરની પોસ્ટ પર ટિપ્પણી કરતાં લખ્યું કે, “બાબુ, હું તમને ખૂબ પ્રેમ કરું છું. શ્રેષ્ઠ દિવસ, શ્રેષ્ઠ મુહૂર્ત. આભાર ભગવાન.” આપને જણાવી દઈએ કે, નેહા કક્કર અને રોહનપ્રીતનાં લગ્નને લઈને ચાહકો એટલા ઉત્સાહિત છે કે વીડિયો પોસ્ટ કર્યાની થોડી જ મિનિટોમાં તેને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. તાજેતરમાં જ નેહા કક્કરે બીજો એક વીડિયો શેર કર્યો છે. જ્યારે રોહનપ્રીત નેહાને પહેલી વાર તેના ઘરે લઈ ગયો. વીડિયોમાં રોહનપ્રીત નેહાનો હાથ પકડીને જોવા મળ્યો હતો.