Metro project/ અમદાવાદમાં આ બ્રિજ બંધ રહેશે 15 દિવસ સુધી, જાણો શું છે કારણ

હકીકતમાં, શહેરના નહેરુ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવાનું કામ AMC દ્વારા શરુ કરવામાં આવશે, જેથી હવે આગામી 15 થી લઈ ૩૦ જાન્યુઆરીથી દિવસ માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat
a 175 અમદાવાદમાં આ બ્રિજ બંધ રહેશે 15 દિવસ સુધી, જાણો શું છે કારણ

રાજ્યના સૌથી મોટા મેગા સિટી એવા અમદાવાદ શહેરમાં રહો છો અને જ્યાં હવે જો તમે શહેરના નહેરુ બ્રિજનો અવરજવર માટે ઉપયોગ કરી રહ્યા છો, તો તમારી માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

હકીકતમાં, શહેરના નહેરુ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવાનું કામ AMC દ્વારા શરુ કરવામાં આવશે, જેથી હવે આગામી 15 થી લઈ ૩૦ જાન્યુઆરીથી દિવસ માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ બ્રીજ બંધ રહેવાથી હવે વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.

PCN અમદાવાદમાં આ બ્રિજ બંધ રહેશે 15 દિવસ સુધી, જાણો શું છે કારણ

AMC દ્વારા હવે નહેરુ બ્રિજના વૈકલ્પિક રૂટ માટે લૉ ગાર્ડન તરફનો વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદના પૂર્વ વિસ્તારને પશ્ચિમ વિસ્તાર સાથે જોડવાની દ્રષ્ટિએ નહેરુ બ્રિજ ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે, ત્યારે આ મહત્વનો નહેરુ બ્રિજ બંધ થવાથી વાહન ચાલકોને પરેશાની થવાની છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો