ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ભારે સસ્પેન્શ રહ્યો હતો અને અંતે સીએમની જાહેરાત થતાં ઇંન્તજારનો અંત આવ્યો હતો. આજના દિવસમાં સમગ્ર દેશની અને રાજ્યની જનતાની નજર બનેલી હતી કે, વિજય રૂપાણીના રાજીનામા બાદ આખરે કોણ બનશે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું હતું અને તે રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા હતા. તે પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલના ખુબ વિશ્વાસું છે ,
ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ એક ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા.તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી જે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના કોઈપણ મતવિસ્તાર માટે સૌથી મોટો માર્જિન વિજ્ય હતો. પહેલી જ વાર ધારાસભ્ય બન્યા અને મુખ્યમંત્રી બન્યા.
ઉલ્લેખનીય છે કે તેઓ એક સરપ્રાઇઝ પેકેટ હતો તેમણે વિચાર્યુ પણ નહીં હોય અને તેમના નામની ઘોષણા કરવામાં આવી હતી. તેમણે આનંદી બેનનો આભાર માન્યો હતો.
